ગરેજગામે મજૂરી કરતી મહિલાને સહી સલામત પ્રસુતિ કરાવતી ૧૦૮ પોરબંદર ટીમ
આજરોજ રાત્રિના ૨૦:૪૭ સમય દરમિયાન પોરબંદર ના ગરેજ ગામ માં મજૂરી કરતા ૨૧ વર્ષ ની મહિલા ને અચાનક પ્રસૂતી ની પીડા ઉપાડતા તેમને ૧૦૮ ઇમરજન્સી માં કોલ કરેલ હતો, જે પોરબંદરની ની સિટી ૧ એમ્બ્યુલન્સ ને કોલ મળતા ની સાથે જ તરત રવાના થય ગઈ હતી ત્યાં સ્થળ પર પોચી ને તપાસતા ૧૦૮ ના ઇએમટી મનુભાઈ સોસા અને પાઇલોટ રાણાભાઇ ગરચર દર્દી ને તપાસતા જાણવા મળ્યું કે દર્દી ને ૧ લી ડિલિવરી હોય અને ૭ મો મહિનો હોવાથી અધૂરા મહિને ડિલિવરી થવી એ માતા અને બાળક માટે ખૂબ ગંભીર બની સકે તેથી ૧૦૮ હેડ ઓફિસ ના ડોક્ટર મહેશ સર ને આપેલ એડવાઇસ મુજબ દર્દી ને લઈને ત્યાંથી નીકળી ગયા હતા અને રસ્તામાં માતાની પ્રસૂતિ કરાવી અને માતા અને બાળક બને ને સહી સલમાત પોરબંદર ની લેડી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ત્યાં માતા અને બાળક બંને ની હાલત સારું તંદુરસ્ત છે જેની જાણ પોરબંદર ના ૧૦૮ ના એકજીક્યુટિવ જયેશ જેઠવા સર અને પ્રોગ્રામ મેનેજર મહેન્દ્રસિંહ સાહેબ દ્વારા કરવામાં આવેલ છે…