ગુરુકુળ મહિલા કોલેજમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી
26મી જાન્યુઆરી 2024 ના રોજ ગુરુકુળ મહિલા કોલેજ દ્વારા પ્રજાસત્તાક દિવસની ઉજવણી એન.સી.સી. અને એન.એસ.એસ. વિભાગો દ્વારા કરવામાં આવી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગુરુકુળ મહિલા કોલેજના નિવૃત્ત કર્મચારી ભીખુ ખેર ઉપસ્થિત રહ્યા. જેમનું સ્વાગત પ્રાચાર્ય ડૉ. અનુપમ નાગર સાહેબ દ્વારા ઉષ્માવસ્ત્ર અને સૂતમાળાથી કરવામાં આવ્યુ. તેમનો પરિચય અંગ્રેજી વિભાગના પ્રોફેસર અને એન. એસ. એસ. એડવાઈઝર ડૉ. નયન ટાંકે આપ્યો. પછી ભીખુ ખેર દ્વારા ધ્વજારોહણ, પરેડનું નિરીક્ષણ, માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. કાર્યક્રમને અનુલક્ષીને પ્રાસંગિક ઉદબોધન કોલેજનાં પ્રાચાર્ય અને સંસ્થામાં માનદ પ્રોવોસ્ટની જવાબદારી નિભાવી રહેલા ડૉ. અનુપમ નાગર સાહેબ દ્વારા અપાયું. જેમાં એમણે બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકર ને યાદ કરતા સંવિધાનમાં ઉલ્લેખિત ફરજો, હક્કો અને આપણી જવાબદારી શું છે ? એ તરફ ધ્યાન દોરતા કહ્યું કે આપણે આપણા ક્ષેત્રમાં ઈમાનદારીથી કાર્ય કરીએ છીએ એ જ સાચી દેશભક્તિ છે. આ ઉપરાંત તેઓએ પોતાની ક્ષમતા કરતા કંઇક વધુ કરી દેખાડવાની જાપાનીઝ ટેકનિક કાઈઝેન વિશે પણ વાત કરી ઉર્જાવાન પ્રાસંગિક ઉદબોધન આપ્યું. સાથે આ કાર્યક્રમમાં એન.સી.સી.નાં પેટી ઑફિસર પણ ઉપસ્થિત રહ્યા. પ્રથમ ચરણનાં કાર્યક્રમનું ઋણ સ્વીકારનું કાર્ય ગુજરાતી વિભાગના અધ્યક્ષા અને એન.સી.સી.નાં એ. એન. ઓ. ડો. શર્મિષ્ઠા પટેલ મેડમ દ્વારા થયું.
દ્વિતીય ચરણમાં ગણતંત્ર દિનને અનુલક્ષીને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા. જેની શરૂઆત પ્રાર્થનાથી થઈ અને સ્વાગત અંગ્રેજી વિભાગના અધ્યક્ષા અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઑફિસર ડૉ. કેતકી પંડયા મેડમ દ્વારા થયું. ત્યારબાદ દેશભક્તિ ગીત કુ. રીના ઓડેદરા અને કુ. પૂજા થાનકી દ્વારા પ્રસ્તુત થયા, ભરતનાટ્યમ્ કુ. ટીશા થોભાણી & ગૃપ, દેશભક્તિ નૃત્ય કુ. જાન્સી હોદ્દાર & ગૃપ અને કુ. અદિતિ બામણીયા & ગૃપ દ્વારા પ્રસ્તુત થયા.
ત્યારબાદ ‘ઇતિહાસ કા આઈના હું’ વિષય સંદર્ભે નૃત્ય નાટિકા કુ. મૈત્રેયી ખેર & ગૃપ દ્વારા, માઇમ કુ. રાજી પરમાર & ગૃપ દ્વારા, કુચગીત કુ. દર્શના મોઢા & ગૃપ અને વક્તવ્ય કુ. રિતિકા વારા અને કુ. ભારતી મોઢવાડિયા દ્વારા પ્રસ્તુત થયા. આમ 10 જેટલી કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવી જેમાં 100 જેટલી વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો. આ પ્રસંગે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણ કમિશનરશ્રીની એન.એસ.એસ. શાખા દ્વારા મળેલ 109 જેટલા પુસ્તકો એન.એસ.એસ.વિભાગ દ્વારા કોલેજની વિદ્યાર્થીઓને અભ્યાસ સિવાય સ્પર્ધાત્મક પરીક્ષા, બાહ્ય જ્ઞાન મળે તે હેતુ થી કોલેજના ગ્રંથપાલ શ્રીમતી છાયાબેન કીડીયાને સોપવામાં આવ્યા. કાર્યક્રમને અનુલક્ષીને અધ્યક્ષિય ઉદબોધન કોલેજનાં સેવા નિવૃત કર્મચારી અતિથિ વિશેષ શ્રી ભીખુ ખેર સાહેબ દ્વારા આપવામાં આવ્યું જેમાં તેમણે ગુરુકુળ મહિલા કોલેજ સાથેના અનુભવો અને પોતાના કાર્ય પ્રત્યેની જવાબદારીઓ અને કર્મ નિષ્ઠા વિશે વાતો કરી. કાર્યક્રમમાં સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ અંગ્રેજી વિભાગના પ્રોફેસર અને એન. એસ. એસ. એડવાઈઝર ડૉ. નયન ટાંક સાહેબે ઉકાળાનું વિતરણ આયોજન કર્યું અને સૌને ઉકાળો પીવડાવવામાં આવ્યો.
દ્વિતીય ચરણનાં કાર્યક્રમનું ઋણ સ્વીકાર હિન્દી વિભાગના અધ્યાપક અને એન.એસ.એસ. પ્રોગ્રામ ઑફિસર ડૉ. રાજેન્દ્ર ચૌધરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનું સફળ સંચાલન કુ. મંજુ શામળા, કુ. વિરલ રાણાવયા અને કુ. ક્રિષ્ના ચોમલ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિદ્યાર્થી બહેનોએ હોશભેર ભાગ લીધો અને ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સમાપન એન.એસ.એસ. અને એન.સી.સીનાં ગીત દ્વારા અને એન.એસ.એસ. દ્વારા મોઢુ મીઠું કરાવીને થયું. સમગ્ર કાર્યક્રમનું સફળ બનાવવાનું માર્ગદર્શન કૉલેજનાં પ્રાચાર્ય ડૉ. અનુપમ નાગર સાહેબ, ઉપાચાર્ય પ્રો. રોહિણીબા જાડેજા મેડમ અને ડૉ. નયન ટાંક સાહેબ દ્વારા પુરૂ પાડવામાં આવ્યું.