આર્યકન્યા ગુરુકુલ પોરબંદર ખાતે ટ્રાફિક અવેરનેસ સેમીનાર યોજાયો

પોરબંદર પોલીસ દ્વારા માર્ગ સલામતી ઊજવણી અંતર્ગત એક મહિના સુધી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા સાહેબ શહેર વિભાગ પોરબંદરનાઓના માર્ગદર્શન હેઠળ આજરોજ પોરબંદર પોલીસ તથા જેસીઆઈ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે આર્યકન્યા ગુરુકુલ પોરબંદર ખાતે ટ્રાફિક અવેરનેસ સેમીનારનુ આયોજન કરવામાં આવેલ અને આ કાર્યક્રમમાં કોલેજની વિદ્યાર્થિનીઓને ટ્રાફિક પી.એસ.આઇ. કે.એન.અઘેરા દ્વારા અકસ્માતથી બચવા ટ્રાફિકના નિયમોનુ પાલન કરવા અને પોતાના સ્વજનોને પાલન કરાવવા જણાવેલ હતુ ત્યારબાદ ટ્રાફિક નિયમો અંગેની પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ હતું તેમજ ત્રિલોક ઠાકર સાહેબ સેકન્ડ ઇન કમાન્ડ હોમગાર્ડ પોરબંદર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટ્રેનર્સ દ્વારા સીપીઆરની તાલીમ અને તે બાબતે રસપ્રદ વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પોરબંદર ટ્રાફિક પી.એસ.આઈ કે.બી.ચૌહાણ, પી.એસ.આઈ કે.એન.અઘેરા, એ.એસ.આઈ.કાનાભાઈ જોગલ, એચસી અજયસિંહ જાડેજા, TRB રામભાઈ ઓડેદરા તથા પોરબંદર જેસીઆઈના સ્થાપક પ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયા, વિશાલ લાખાણી અને રૂચિત ગંધા તથા ત્રિલોક ઠાકર સાહેબ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!