ઇનરવ્હીલ ક્લબના સો વર્ષ પૂર્ણ થતાં મહારાણી શ્રી રૂપાળીબા કન્યાશાળામાં 15 બેન્ચ ગિફ્ટ કરાઈ
ઇનર વ્હીલ ક્લબ ખૂબ જ જાણીતી સેવાભાવી સંસ્થા છે. આ સંસ્થાને સો વર્ષ પૂર્ણ થયા અને તેની શતાબ્દી વર્ષ ગાંઠ નિમિત્તે મહારાણી શ્રી રૂપાળીબા કન્યાશાળામાં સ્કૂલ બેન્ચ ગિફ્ટમાં આપવાનું નક્કી કર્યું. આજે આ ઉજવણી મહારાણી શ્રી રૂપાળીબા કન્યાશાળાના ભૂલકાઓ સાથે ઇનર વ્હીલ ક્લબના પ્રેસિડેન્ટ સીમાબેન સિંઘવી અને તેમની ટીમ પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવી.જેમાં
આ શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે મહારાણી શ્રી રૂપાળીબા કન્યાશાળામાં અંદાજિત 60,000ના અનુદાનથી ધોરણ 3નો એક વર્ગ સુંદર મજાની નવી 15 બેંચથી સજાવવામાં આવ્યો.જેમના દ્વારા આ અનુદાન પ્રાપ્ત થયું એવા દિલેર દાતા ઓમાં દલપત સિંઘ ભંડારી, દોસાણી ટ્રસ્ટ હસ્તે શીલાબેન અને ભરતભાઈ માખેચા, કમળાબેન મનુભાઈ કોટેચા અને ઇનર વ્હીલના મેમ્બર્સ જેમાં PDC રાધિકા વાડીયા, દીપા દતાણી, ભાવનાબેન મહેતા , નમ્રતા ઠકરાર ,અમી લાખાણી ગીતા સાગોઠીયા ,હેતલ શાહનો સહયોગ પ્રાપ્ત થયો.
આ કાર્યક્રમને દીપાવવા ઇનર વ્હીલ ક્લબના સભ્યો સાથે પોરબંદર જિલ્લાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વેજાભાઈ કોડિયાતર અને સીઆરસી ભગીરથભાઈ ઉપસ્થિત રહ્યાં હતાં. બાળકોએ આવેલા મહેમાનોનું ફુગ્ગા અને ફૂલથી સ્વાગત કર્યું હતું.શાળાના આચાર્યા ડૉ. પ્રીતિબહેન કોટેચા અને સમગ્ર શાળા પરિવાર દાતાનો ખૂબ ખૂબ આભાર માને છે.