પાંડાવદર પ્રાથમિક શાળામાં ડૉ.પ્રફુલ્લભાઇ મણીયારે તેમના માતૃશ્રીની સ્મૃતિમાં વોટર કૂલર અર્પણ કર્યું
પોરબંદર નજીકની પાંડાવદર પ્રાથમિક શાળામાં મૂળ પોરબંદરના વતની અને હાલ વડોદરા રહેતા જાણીતા કાન,નાક અને ગળાના સર્જને ડૉ.પ્રફુલ્લભાઇ મણીયારે એમના માતૃશ્રી જયાબેન ભગવતીદાસ મણિયાર ની સ્મૃતિમાં આશરે ત્રીસ હજારના ખર્ચે વોટર કૂલર અર્પણ કરતા શાળાના આચાર્ય અલ્પેશભાઈ ભૂત, શિક્ષકો રાજુભાઈ મોઢવાડિયા, આસિતબેન ખિસ્તરિયા, નિ તેશભાઈ મોઢા, કિરણબેન બારૈયા અભયભાઈ પંડિત તથા વિદ્યાર્થીઓએ દાતા પરિવારનો આભાર માન્યો હતો. તેના પ્રત્યુતરમાં ડોક્ટર પ્રફુલભાઈ મણીયારે તેમજ શ્રીમતી ડોકટર મીનાબેન મણીયારે શાળાને ભવિષ્યમાં પણ યોગ્ય મદદની ખાતરી આપી હતી. શાળાના શિક્ષકો વારંવાર દાતાઓ નો સંપર્ક કરી શાળાની જરૂરિયાતોને પૂરી કરવામાં મહેનત કરે છે. આ કાર્ય બદલ ગામના સરપંચશ્રી ધર્મેન્દ્રસિંહ જેઠવાએ દાતા પરિવાર અને શાળા પરિવારને શુભેચ્છા પાઠવી હતી. વાલીઓએ પણ શિક્ષકોના આ કામને બિરદાવ્યું હતું કારણકે થોડા સમય પહેલા જ શાળામાં આરો પ્લાન્ટ અને વોટર કુલર આવાથી શુદ્ધ અને ઠંડુ પાણી તેમના બાળકો ઉપયોગમાં લેશે.