પોરબંદર જિલ્લાની જે મંડળીઓએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તેના બેંક ખાતા ફ્રિઝ કરાશે
પોરબંદર તા,29. પોરબંદર જિલ્લાની જે મંડળીઓએ હજુસુધી ecooperative.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવેલ ન હોય, તે મંડળીઓના વિવિધ બેંકમાં રહેલા તમામ પ્રકારના બેંક ખાતાઓ ફ્રિઝ કરી તમામ પ્રકારના વ્યવહારો તાત્કાલિક અસરથી બંધ કરવા જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીઓ પોરબંદર દ્વારા બેંકોનેજણાવ્યું છે. તેમજ જે મંડળી પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવશે ત્યારે તે મંડળીનું બેંક એકાઉન્ટ બેંક દ્વારા ચાલુ કરવા માટે અત્રેથી અલગથી જાણ કરવામાં આવશે જેમ જણાવ્યું છે.
Please follow and like us:
CATEGORIES Porbandar