રાતડી જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરનારને ઝડપી પાડતો પોરબંદર વન વિભાગ
પોરબંદર વન વિભાગના નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્રાજ તથા એ.સી.એફ. રાજલબેન પાઠક ના સીધ્ધા માર્ગદર્શન હેઠળ આર.એફ.ઓ. મલય મણિયારની ટીમ દ્રારા તા.૨૭/૧૨/૨૦૨૪ ના રોજ પેટ્રોલીંગ દરમ્યાન રાણાવાવ રેન્જની વિસાવાડા રાઉન્ડની કાંટેલા બીટના રાતડી જંગલ વિસ્તારમાં ગેર કાયદેસર રીતે પ્રવેશ કરી બેલા પથ્થરનું ખનન કરનાર આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. અને ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ ની કલમની જોગવાઇ મુજબ અંદાજીત ૨ લાખ રૂપીયાના બેલા પથ્થર કાપવાની ચકરડી અને મોટર જેવા યંત્રો જપ્ત કરવામાં આવ્યા હતા અને આ ગુનો કરનાર પુંજા લાખા કેશવાલા સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.
Please follow and like us:
CATEGORIES Porbandar