પોરબંદરમાં અન્જુમને ઇસ્લામ સંસ્થાની ચુંટણી લોકશાહી ઢબે યોજાવવા બાબતે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વકફબોર્ડ ના ચેરમેનને રુબરુ રજુઆત

પોરબંદર મુસ્લિમ સમાજ ની સરર્વોચ સંસ્થા અન્જુમને ઇસ્લામ ની ચુંટણી લોકશાહી ઢબે યોજાઇ તે સહમત જમાતોના પ્રતિનિઘી તરીકે પોરબંદર કાજી-મુલા જમાતના પ્રમુખ યાકુબ હારુન મુલ્લા ની આગેવાની મા અજીમબાપુ કાદરી યુસુફખાન શેરવાની એજાજભાઇ નોવ્હી વગેરે દ્રારા ગાંઘીનગર ખાતે ગુજરાત રાજ્ય વકફબોર્ડ ના ચેરમેન ડો.મોહસીન લોખંડવાલા ને રબરુ આવેદનપત્ર આપી રજુઆતો કરવામા આવી હતી.

પોરબંદર મુસ્લિમ સમાજ ની જમાત ના પ્રમુખો ની માગણી મુજબ અને PTR મુજબ પોરબંદર અન્જુમને ઈસ્લામ ની ચુંટણી યોજાવવામા આવે તેમાટે ગુજરાત રાજ્ય વકફબોર્ડ દ્વારા તારીખ 29.08.2019 ના રોજ બે વહીવટદારોની નિમણુંક કરવામા આવી હતી જેમા મુખ્ય કારોબારી અઘીકારી તરીકે ડો.અલ્તાફખાન રાઠોડ અને શબ્બીરભાઇ હામદાણી ની નિમણુંક કરવામા આવી હતી
આ નિમાયેલા બન્ને અઘીકારીઓ એ વકફબોર્ડ દ્વારા જે જવાબદારી થી અઘીકારીઓ બનાવેલા છે તેને સાઇડલાઇટ કરી સમાજ ની ચુંટણી યોજાઇ તે બાબતે કોઇ પણ જાતની કામગીરી કરવામા આવેલ ના હોઇ અને વચગાડેથીજ મુખ્ય વહીવટદાર અલ્તાફખાન રાઠોડ એ રાજીનામુ આપી દેતા મુસ્લિમ સમાજ ની લોકશાહી ઢબ્બે ચુંટણી યોજવા ઇછતી જમાતો ના પ્રમુખો મા પણ નારાજગી જોવા મળેલ છે.

પોરબંદર મુસ્લિમ સમાજ ની સરર્વોચ સંસ્થા અન્જુમને ઇસ્લામ સંસ્થાના ની ચુંટણી વહેલામા વહેલી તકે યોજવામા આવે અને ગુજરાત રાજ્ય વકફબોર્ડ ના કમીટી મેમ્બર્સ ને અઘીકારી તરીકે નિમણૂંક કરવામા આવે  અને સાથે-સાથે પોરબંદર થી કોઇ સ્થાનિક આગેવાન કે જે નિષ્ઠાપુવૅક અને ઇમાનદારીથી આ સંસ્થા નો કારોબારી સંભાળી શકે એવા કોઇ પ્રમાણિક આગેવાનની નિમણૂંક કરવામા આવે તેવી અમારા સાથે પોરબંદર ની જમાતો ના પ્રમુખો અને સમગ્ર મુસ્લિમ સમાજ ની માગણી છે તેવી રજુઆત કરવામા આવી હતી..

     *લી….*
*યાકુબ હારુન મુલ્લા*
         *પ્રમુખ*
*કાજી મુલા જમાત -પોરબંદર*
  *મો.9106470379*

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!