પોરબંદરની ગોઢાણીયા આઇ.ટી. કોલેજમાં સાયબર ક્રાઇમ જાગૃત્તિ માર્ગદર્શન સેમિનાર સંપન્ન

પોરબંદર : પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા સાયબર જાગૃત્તિ સિકયોરિટી તથા સાયબર વોલન્ટીયર્સ પોલીસને કઇ રીતે મદદરૂપ થઇ શકે તે અંગે ગોઢાણીયા આઇ.ટી. કોલેજ ખાતે સાયબર ક્રાઇમ જાગૃતિ માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવેલ હતું.

લોકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃત્તા આવે તેના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા સાયબર ક્રાઇમ લોક જાગૃૃત્તિ અભિયાન અતંર્ગત તાજેતરમાં પોરબંદરની ડૉ. વી. આર. ગોઢાણીયા આઇ.ટી. કોલેજ ખાતે પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા સાહેબની પ્રેરણાથકી આ સેમિનારનું આયોજન થયું હતું.

પ્રારંભમાં પોરબંદરની ગોઢાણીયા આઇ.ટી. કોલેજના હેડ ઓફ ઘ ડિપાર્ટમેન્ટ ધવલ ખેરે આ સેમીનાર આઇ.ટી. કોલેજના વિદ્યાર્થીઓ માટે મૂલ્યવાન છે તેમ જણાવી સૌ મહાનુંભાવોનું સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગે પોરબંદર સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી એન. એન. તલાવીયા સાહેબે જણાવ્યું હતું કે સાઇબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી એજ સલામતી સૂત્રને અનુસરા ડિજીટલ યુગમાં મહત્વના ડેટા માહિતીની ચોરી વિવિધ પ્રકારની ફેકલોન એપ્લીકેશન દ્વારા ઠગાઇ, વિવિધ પ્રકારની લોભામણી જાહેરાતો, લોટરીનો ઇ-મેઇલ, ફેક એપ અને વેબસાઇટ વિડિયો કોલીંગ દ્વારા ઠગાઇ સહિત વગેરે પ્રકારના સાઇબર ક્રાઇમ અંગે શું-શું કાળજી રાખવી તે વિશે અગવત કર્યા હતા.

આ પ્રસંગે ટેક્‌નીકલ આસિસ્ટન્ટ આશિષભાઇ ચૌહાણ સાહેબે આવા ગુનાઓની વિવિધ ઉદાહરણો આપીને સાઇબર ક્રાઇમથી બચવાના ઉપાયની વિસ્તૃત છણાવટ કરીને કોઇ સાઇબર ક્રાઇમનો ફ્રોડ બને તો કન્ટ્રોલ રૂમનો સંપર્ક સાધવા અનુરોધ કર્યો હતો.

સમગ્ર્ર કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક નીરવ દત્તાણીએ સંભાળ્યું હતું. જયારે આભાર દર્શન પ્રાધ્યાપક ડૉ. ભાવેશ લુક્કાએ કર્યું હતું. આ સુમિનારમાં કોલેજનો ટીચીંગ સ્ટાફ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ટ્રસ્ટના પ્રમુખ ડૉ. વિરમભાઇ ગોઢાણીયા, મેનેજિંગ ટ્રસ્ટી અર્જુનભાઇ મોઢવાડિયા, ટ્રસ્ટી સર્વ ભરતભાઇ ઓડેદરા, શ્રીમતી શાંતાબેન ઓડેદરા, શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા સહિતના ટ્રસ્ટી તેમજ જાણીતા કેળવણીકાળ ડૉ. ઇશ્વરભાઇ ભરડાએ આવા જન જાગૃત્તિ કાર્યક્રમોને આવકારી અભિનંદન આપ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!