પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા સેવાનો ત્રિવેણી સંગમ યોજાયો

*વધુ એક વખત સેવાયજ્ઞ*

*પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા સેવાનો ત્રિવેણી સંગમ યોજાયો*

*મર્હુમ મહેબૂબભાઈ જીવાભાઇ પરમાર પરિવાર તરફથી સેવાયજ્ઞ યોજાયો*

પરમહંસો, નિરાધાર અને બાળકોને ભાવતું ભોજન પીરસ્યું

કીડીને કીડીયારું અને ગૌ માતાને ઘાસચારો ખવડાવ્યો

કીડીઓ માટે 111 શ્રીફળમાં નવજાતની સામગ્રીથી ભરી કર્યું સેવાનું કામ

ગૌમાતાઓને 33 મણ ઘાસચારો ખવડાવ્યો

પોરબંદરમાં સમય ગ્રુપ ની સેવા સરાહનીય છે.પરમહંસો,પશુ-પંખીઓ અને જરૂરીયાતમંદ પરિવારના બાળકો અને કીડીયારું પૂરવાની અને ગાયો માટે ની સેવા હોસ્પિટલમાં દર્દીને મગનું પાણીની સેવા માટે સમયાંતરે સેવાકાર્યો કરવામાં આવે છે
સમય ગ્રુપના યુવાનો શહેરના અલગ અલગ વિસ્તારોમાં કે જ્યાં નિરાધાર, અપંગ,પરમહંસો અને બાળકો બેઠા હોય ત્યાં સમય ગ્રુપના સેવાભાવી યુવાનો નીકળી પડે છે માનવતા મહેકાવવા આ સેવાભાવિ યુવાનોએ આજે પરમહંસો પાસે રૂબરૂ જઈ પોતાના પરિવારના સભ્યો જેવી જ લાગણીથી તેઓની સાથે બેસી દાબેલી નો મસ્ત નાસ્તો કરાવી સાથે છાશ અને પાણી પીવડાવી ને માનવ સેવા એજ પ્રભુ સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતુ
*ગૌમાતાને શહેરના વિવિધ વિસ્તારમાં 33 મણ ઘાસચારો ખવડાવવામાં આવ્યો*
પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા આજ રોજ ગૌમાતાને ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો લાઇબ્રેરી ની સામે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર પાસે તેમજ ઓસીયોનિક હોટલની સામેના વિસ્તારમાં તેમજ ચોપાટી રામદેવજી મહારાજ ના મંદિર ની સામે અને ધોબી સમાજની વંડીની આજુ બાજુ વિસ્તારમાં તેમજ સત્યનારાયણ મંદિર આસપાસ ના વિસ્તાર અને છાયામાં એ.સી.સી. ગ્રાઉન્ડ પાસે ગૌમાતાને ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો શહેરના વિવિધ વિસ્તારો માં ગૌમાતાને ઘાસચારો ખવડાવવામાં આવ્યો હતો
*સમય ગ્રુપ દ્વારા કીડી ના કણ માટે 111 શ્રીફળ માં નવ જાતની સામગ્રી ભરી અનેરો સેવાયજ્ઞ યોજાયો*
શ્રીફળ માંથી બે છોતા કાઢીને પછી અંદર હોલ પાડી નવ જાતની સામગ્રી ભરી સેવાયજ્ઞ યોજાયો જેમાં ઘઉંનો લોટ ,ચોખાનો લોટ,તલ રવો,
ખાંડપાવડર,તેલ,ગંગાજળ, બિસ્કીટ, તુલસીપાન મિક્સ કરી શ્રીફળની અંદર ભરી અલગ અલગ જંગલ વિસ્તારમાં આ શ્રીફળ પધરાવવામાં આવે છે.આ એક શ્રીફળ કીડીને છ મહિના ચાલે છે આવું ભગીરથ કાર્ય સમય ગ્રુપ દ્વારા *111* શ્રીફળ તૈયાર કરવામાં આવ્યા હતા પોરબંદર શહેર માં બિરલા ફેક્ટરી ની સામે ના ભાગમાં અને ઇન્દિરા નગર પાછળના ભાગમાં દૂધેશ્વર મહાદેવના મંદિર અને ધીંગેશ્વર મહાદેવના મંદિર ની આજુ બાજુના વિસ્તારમાં પાછળ જંગલ વિસ્તારમાં ઝાડી -ઝાખરા માં આ શ્રીફળ પધરાવવામાં આવ્યા છે માનવ સેવાના કામ કરતી સંસ્થા એટલે સમય ગ્રુપ પોરબંદરની અંદર માનવ સેવા કરતી સંસ્થાની આ સેવા જોઈને પોરબંદર વિસ્તારમાં ખૂબ પ્રસંશા થઈ રહી છે અત્રે ઉલ્લખનીય છે સેવાયજ્ઞો યોજી અને માનવાતા મહેંકાવી છે અનેક સેવા થઈ રહી છે

પોરબંદરની આ સેવાભાવી સંસ્થા સમય ગ્રુપ ના સેવકો દ્વારા નિસ્વાર્થ ભાવે સતત આવા અનેક સેવાનાં કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે, તેઓની આ અમૂલ્ય સેવાને જોઈ ઈશ્વર પણ ચોક્કસ રાજી થતો હશે અને આ તમામ મિત્રોને આશિર્વાદ વરસાવતો હશે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!