સ્ટીરોઇડ અને ડ્રગ્સ થી દુર રહેવા યુવાનોને આહવાન કરતા પ્રોફેસર ડો.અર્જુનસિંહ રાણા

યુથ આઇકોન પ્રોફેસર ડો.અર્જુનસિંહ રાણા – વાઇસ ચાન્સેલર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી પ્રેસિડેન્ટ પી.ઈ.એફ.આઇ ગુજરાત,બ્રાન્ડ એમ્બેસેડર ફીટ ઇન્ડિયા ગુજરાત એકસ્ત્રિમ્ ફિટનેસ કેર ની ખાસ શુભેચ્છા મુલાકાત લીધી સ્ટીરોઇડ અને ડ્રગ્સ થી દુર રહેવા યુવાનોને કર્યું આહવાન
સ્કેચ આર્ટ થી થયા પ્રભાવિત

સતત ૯ વર્ષ થી ફિટનેસ ના પ્રચાર પ્રસાર માં કાર્યરત એકસ્ટ્રીંમ ફિટનેસ કેર ની ખાસ શુંભેચ્છા મુલાકાતે ગુજરાત રાજ્ય ફીટ ઇન્ડિયા મુમેન્ટ ના બ્રાન્ડ એમ્બેસેડર અને ફિટનેસ યુથ આઈકોન પ્રોફેસર ડો.અર્જુનસિંહ રાણા (. વાઇસ ચાન્સેલર સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી પ્રેસિડેન્ટ પી.ઈ.એફ.આઇ ગુજરાત,બ્રાન્ડ એમ્બેસેડર ફીટ ઇન્ડિયા ગુજરાત ) પધારેલ. તેમની સાથે યોગરાજ સિંહ જાડેજા(પ્રમુખ મહારાણા પ્રતાપ સંસ્થાન),અને પોરબંદર જિલ્લાના રમત વિકાસ અધિકારી ડો.મનિષ જીલડિયા પણ ઉપસ્થિત રહી યુવાનોને પ્રેરણા પ્રદાન કરેલ
યુથ ફિટનેસ આઇકોન પ્રોફેસર ડો.અર્જુનસિંહ રાણા એ કેતન કોટિયા,સૂરજ મસાણી મહેશ મોતિવરસ,નિશા કોટિયા અને સમગ્ર એકસ્ટ્રીંમ ફિટનેસ કેર ટીમ ના ડેડિકેશન સાથે ફિટનેસ માટે લોકોને જાગૃત કરવા ની પ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરી બિરડાવેલ.
ગુજરાત ફીટ ઇન્ડીયાના બ્રાન્ડ એમ્બેસેડર પ્રોફેસર ડો અર્જુનસિંહ રાણા એ આજનો યુવાન બોડી બિલ્ડિંગ કરવાના ચક્કરમાં શોર્ટ ટર્મ રસ્તે જઈ હાર્મફુલ સ્ટીરોઇડ અને શરીરને નુકશાન કરતી ડ્રગ્સ ના સેવનથી દૂર રહી નેચરલ બોડીબિલ્ડિંગ અને ફિટનેસ જાળવવા આહવાન કર્યું હતું.#nodrugs#drugsfreefitness#drugsfreeindia વગેરે હેસ્ટેગ આપી દરેક લોકોને સોશ્યલ મીડિયા પર પ્રચાર કરવા અપીલ કરેલ. આ પ્રસંગે જયનિકા ગોહેલ દ્વારા તૈયાર કરેલ પ્રોફેસર ડો.અર્જુનસિંહ રાણા નું સ્કેટચ આર્ટ ચિત્ર તેમને અર્પણ કરતાં ભાવુક થયેલ.
એક્સ્ત્રિમ ફિટનેસ કેર અને કરાટે યોગ ફિટનેસ ના પ્રચાર પ્રસારમાં માં અવિરત કાર્યરત કેતન કોટિયા અને ટીમ ના અવિભાજ્ય ફિટનેસ પ્રશિક્ષકો,સદસ્યો ની જુદી જુદી સેવાઓ સાથે જોડાયેલ સૂરજ મસાણી,મહેશ મોતિવરસ,નિશા કોટિયા,સુનિલ ડાકી,અંજલિ ગંધ્રોકિયા, વિશાલ બળેજા,શ્રેયસ કોટિયા,મિલાપ લોઢારી,આહના કોટિયા,યશ ડોડીયા,મોહિત મઢવી,મયુર ગોહેલ,ક્રિષ્ના મહેતા,નયન જેઠવા, જૈનીકા ગોહેલ,પાયલ ચામડીયા, હેબીટ મલેક, મીરા પંડ્યા,પાયલ કાઠી,હિના ભરડા,ખુશ્બુ દાઉદિયા,કિંજલ હોદાર,સંધ્યા પંદાવદરા,વિશ્વા ગોહેલ,ધ્વનિ સલેટ,ઉદય ખોરાવા, એ પધારેલ તમામ લોકો નો આભાર વ્યક્ત કરેલ અને પ્રોફેસર ડો.અર્જુનસિંહ રાણા ના ફિટનેસ મંત્રને જન જન સુધી પોહચાડવા ની ખાતરી આપી આભાર વ્યક્ત કરેલ .

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!