યંગ ફૂટબોલ ક્લબ એન્ડ એકેડેમી અને ભાવસિંહજી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ૫-એ સાઇડ ફૂટબાલ ટુર્નામેન્ટ સમાપન
યંગ ફૂટબોલ ક્લબ એન્ડ એકેડેમી અને ભાવસિંહજી સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પોરબંદર ચોપાટી ગ્રાઉંડ ખાતે ૫-એ સાઇડ ફૂટબાલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. આ ટુર્નામેન્ટ ત્રણ કેટેગરીમાં રમાડવામાં આવેલ. જેમાં અંદર-૧૨ વર્ષિય, અંદર-૧૪ વર્ષિય તથા ઓપન કેટેગરીની થઈ કુલ ૫૦ જેટલી ટીમોએ ભાગ લીધેલ હતો. જેમાં અ-૧૨ વર્ષિય કેટેગરીનો ફાઇનલ મેચ સ્ટ્રાઇકર એફ.સી.અને ભાવસિંહજી એફ. સી. વચ્ચે રમાડવામાં આવેલ અને ભાવસિંહજી એફ. સી.ની ટીમ વિજેતા બનેલ. અ -૧૪ વર્ષિય કેટેગરીમાં સી-સન એફ. સી. અને સેલેસ્ટિયલ એફ.સી. વચ્ચે રમાડવામાં આવેલ અને સી- સન એફ. સી.ની ટીમ વિજેતા બનેલ.જ્યારે ઓપન કેટેગરીમાં યંગ એફ. સી. અને રામદેવજી એફ. સી. વચ્ચે રમાડવામાં આવેલ જેમાં યંગ એફ. સી.ની ટીમ વિજેતા બનેલ.
ઉપરોક્ત ટૂર્નામેન્ટમાં મેચો પૂર્ણ થયા બાદ પ્રાઈઝ સરેમોનીનું આયોજન કરવામાં આવેલ. જેમાં મુખ્ય મહેમાન તરીકે ડો.સિદ્ધાર્થ જાડેજા ઉપસ્થિત રહેલ હતા. તમામ કેટેગરીના પ્લયેરોને શિલ્ડ તથા રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ટુર્નામેન્ટનું આયોજન પ્રેમજીભાઈ પોસ્ટરીયા (બોસ) નામાર્ગદર્શનહેઠળ યંગ ફૂટબોલ ક્લબ એન્ડ એકેડેમીના પ્રેસિડેન્ટ યોગીભાઈ ગોહેલ તથા વાઇસ પ્રેસિડેન્ટ દેનીશભાઈ મસાણી તેમજ કમિટી મેમ્બર જીજ્ઞેશ પાંજરી, મિતેશ ગોહેલ, ચિંતન ખોખરી,યાજ્ઞિક ભરાડા, રોનિત ખોરાવા, ચિરાગ ભરાડા (લાલો), અક્ષય ખોખરી, મનીષ પાંજરી, નચિકેત ખોખરી, વિવેક વાઢિયા, ધવલ કોટીયા, કલ્પેશ ગોહેલ, કશ્યપ ભરાડા, દક્ષ ખોખરી દ્વારા ખૂબ જ સારી અને સફળતાપૂર્વક કરવામાં આવેલ.
આ ટૂર્નામેન્ટમાં ટ્રોફી સ્પોન્સર તરીકે શ્રી જાદવભાઈ પોસ્તરિયા (અંજલી સી ફૂડ), મંડપ સ્પોનસર તરીકે શ્રી જીતુભાઈ ભરાડા, શ્રી હીરાલાલભાઈ ખોખરી, શ્રી રામજીભાઈ કોતિયા, શ્રી પ્રેમજીભાઈ પોસ્તરીયા, શ્રી મુકેશભાઈ ગોહેલ, શ્રી હિરેનભાઈ ભરાડા, શ્રી રામજીભાઈ સોનેરી સપોન્સર તરીકે યોગદાન આપેલ હતું.આ ઉપરાંત શ્રી કમલેશભાઈ જુંગી (સિલ્વર સ્ટાર સી ફૂડ), શ્રી સુનીલભાઈ ગગજીભાઈ ગોહેલ, શ્રી સુનીલભાઈ ગોહેલ દ્વારા વિજેતા ટીમોને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવેલ હતા.