અમદાવાદ ખાતે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા પરિચય પસંદગી સંમેલનનું સફળ આયોજન સપન્ન

મહેર જ્ઞાતિના લગ્ન ઈચ્છુક સંતાનોને યોગ્ય જીવનસાથી મળી રહે એવા શુભ આશયથી શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા તા.૨૪/૦૨/૨૦૨૪ના રોજ અમદાવાદ ખાતે મહેર જ્ઞાતિના ગ્રેજ્યુએટ દીકરા દીકરીઓનું જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું.

આજના સમયની માંગ અને વ્યવસાય અર્થે દેશ વિદેશ ખાતે સ્થળાતર થયેલા પરિવારો માટે પોતાના લગ્નઈચ્છુક સંતાનોના ભાવી જીવન સાથીની પસંદગી કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારે આ પરિસ્થિતિને ધ્યાને લઇ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા આજના પ્રવર્તમાન સમયને અનુરૂપ જીવનસાથી પસંદગી મોબાઈલ એપ્લિકેશન બનાવેલ છે. તેમજ આ મોબાઈલ એપના માધ્યમથી અમદાવાદ ખાતે જીવનસાથી પસંદગી સમેલનનું આયોજન કરવામાં આવેલ હતું.

આ પસંદગી સંમેલનમાં ૨૫ જેટલા ગ્રેજ્યુએટ દીકરા તેમજ ૧૮ જેટલી ગ્રેજ્યુએટ દીકરીઓએ ભાગ લીધો હતો જેમાં ૩ દીકરા અને ૧ દીકરી વિદેશથી

ZOOM લીંકના માધ્યમથી જોડાયેલ હતા. જ્ઞાતિના સર્વાગી વિકાસના પથદર્શક સંત શિરોમણી પૂજ્ય માલદેવ બાપુની

સુક્ષ્મ હાજરીમાં જ્ઞાતિના આગેવાનો તેમજ વડીલશ્રીઓની હાજરીમાં દીપ પ્રગટાવી આ સંમેલન ખૂલું મુકવામાં આવેલ હતું. આ તકે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના પ્રાસંગિક વકતવ્યમાં જણાવેલ કે આજના ઝડપી યુગમાં તેમજ સમાજમાં આવી રહેલા પરિવર્તનનો સ્વીકાર કરી સંસ્થા દ્વારા જ્ઞાતિજનો માટે જીવનસાથી મોબાઈલ એપ્લિકેશન બનાવવામાં આવેલ છે જેમાં જ્ઞાતિના દરેક લગ્નઈચ્છુક સંતાનો તેમજ તેમના માતા-પિતાને આ એપ્લિકેશનમાં જોડાવા અપીલ કરી હતી. તેમજ અમદાવાદ ખાતે પસંદગી સંમેલનમાં આવેલા દીકરા-દીકરીઓ તેમના માતા- પિતા તથા આમંત્રિત મહેમાનોને આવકાર્યા હતા.

અમદાવાદ ખાતે યોજાયેલ આ પસંદગી સંમેલનમાં લગ્નઈચ્છુક દીકરા- દીકરીઓ સ્ટેજ પર આવી માલદેવ બાપુની તસ્વીરને પુષ્પ અર્પણ કરી પોતાનો પરિચય આપ્યો હતો. અને પોતાના પસંદગી મુજબ જીવનસાથીની પસંદગીના પ્રયાસે કરેલા તેમજ વિદેશથી પણ ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી દીકરા- દીકરીઓ જોડાઈ પોતાનો પરિચય આપેલ તેમજ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા યોજવામાં આવેલ જીવનસાથી પસદગી સમેલન તેમજ મોબાઈલ એપ્લિકેશન ને આવકારી હતી. અત્રે નોંધનીય છે કે આ જીવનસાથી પસદગી સમેલનની પહેલા આ એપ્લિકેશનના માધ્યમથી જ્ઞાતિના ૩ દીકરા-દીકરીઓના સબંધો નક્કી થયા છે.

અત્રે ઉપસ્થિત જ્ઞાતિ આગેવાનો તેમજ વડીલોએ પણ શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા કરવામાં આવતી જ્ઞાતિ વિકાસની પ્રવૃતિઓને આવકારી હતી તેમજ જ્ઞાતિના સર્વાંગી વિકાસના કાર્યોમાં સૌ એ પોતાના સાથ સહકારનો એકસુર વ્યક્ત કર્યો હતો.આ જીવનસાથી પસંદગી સંમેલનમાં સંસ્થાના પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરા તથા અમદાવાદ આરોગ્ય ભવનના પ્રમુખ અજયભાઈ મોઢવાડિયા, રામદેભાઇ મોઢવાડિયા, યુ.એસ.એ. થી ભીમાભાઇ ખુટી, સંસ્થાના મહામંત્રીઓ બચુભાઈ આંત્રોલીયા, જીતેન્દ્રભાઈ વદર, ઉપપ્રમુખઓ કારાભાઈ કેશવાલા, અરજનભાઈ ખીસ્તરીયા તેમજ રામભાઈ ઓડેદરા સંસ્થાના કોષાધ્યક્ષ આલાભાઇ ઓડેદરા સાથે વિવિધ સીટી કાઉન્સીલના પ્રમુખ ઓમાંથી રાજકોટથી નાગેસભાઈ ઓડેદરા, અમદાવાદથી અર્જુનભાઈ કડેગીયા, જુનાગઢથી રાજુભાઈ રાતિયા, બરોડાથી પોપટભાઈ સુત્રેજા, બારડોલીથી હિતેશભાઈ દાસા, નવસારીથી કિશોરભાઈ પરમાર, રાજકોટથી લીલાભાઈ કડછા, જૂનાગઢથી રામભાઈ બાપોદરા સહીતના આમંત્રિત મહેમાનો, વડીલો તથા અમદાવાદ – ગાંધીનગર ખાતે રહેતા મહેર સમાજના કાર્યકર્તા ભાઈઓ-બહેનો હાજર રહ્યા હતા.

આ સમગ્ર કાર્યક્રમનુ સ્ટેજ સંચાલન ડો. રાજીબેન કડછા તથા પરબતભાઈ ખીસ્તરીયા એ કરેલ તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કારાભાઈ કેશવાલા, અરશીભાઇ ખુંટી, અર્જુનભાઈ કડેગીયા તેમજ મેટ્રીમોનીયલ કમિટીના ભાઈઓ-બહેનો તથા અમદાવાદ – ગાંધીનગરના કાર્યકર્તા ભાઈઓ- બહેનોએ તેમજ આ જીવનસાથી પસંદગી એપ્લિકેશનના પ્રચાર પ્રસારના વિડીયો સંદેશ બનાવનાર ભાઈઓ-બહેનોએ પણ ભારે જહેમત ઉઠાવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!