પોરબંદર પાલિકા ને મહાનગરપાલિકા નો દરજ્જો અપાતા જિલ્લા ભાજપ કાર્યાલયે આનંદોત્સવ
મોઢું મીઠું કરાવી, ફટાકડા ફોડી આવકાર અપાયો*
મહાનગરપાલિકા બનાવવાનો જશ માત્ર ને માત્ર કેન્દ્ર-રાજ્ય ની ભાજપ સરકાર, અને ભાજપના હોદેદારો ને જ: જિલ્લા પ્રમુખ*
પોરબંદર ને મહાનગરપાલિકા નો દરજ્જો અપાતા જિલ્લા ભાજપ કાર્યાલયે આનંદોત્સવ મનાવી ને મોઢું મીઠું કરાવી, ફટાકડા ફોડી આવકાર અપાયો હતો.
ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલની સૂચના મુજબ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વિધાન સભા માં પોરબંદર – છાયા નગરપાલિકા ને મહાનગરપાલિકા બનશે તેવી જાહેરાત કરતા જિલ્લા ભાજપ દ્વારા આ નિર્ણય ને આવકાર માટે જિલ્લા ભાજપ દ્વારા ભવ્ય ઉજવણી જિલ્લા ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે કરવામાં આવી હતી.
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ) એ જણાવ્યું હતું કે, પોરબંદર પાલિકા ને મહા નગર પાલિકા તરીકે જાહેરાત થઈ છે તેનો જશ માત્ર ને માત્ર કેન્દ્રીય નેતૃત્વમાં માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી, ગૃહ મંત્રી અમિત ભાઈ શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, નાણા મંત્રી કનુભાઈ દેસાઈ તથા મહા નગરપાલિકા બને તે માટે સખત જેમની મહેનત છે તે પોરબંદરના બનને સાંસદો રમેશભાઈ ધડુક, રામભાઈ મોકરિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઇ બોખીરિયા સહિત પોરબંદર જિલ્લા ભાજપ ની ટિમ ને જાય છે.
વિશેષ માં તેઓ એ જણાવ્યું હતું કે આ નિર્ણય માત્ર ને માત્ર ભાજપ ની સરકાર જ લય શકે, મહાનગરપાલિકા તરીકે જાહેર કરવાનો જશ બીજું કોઈ લેતું હોય તો તે ખોટી વાત છે.
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ ભાઈ ઓડેદરા (પટેલ), પોરબંદર નગરપાલિકા ના પ્રમુખ ચેતનાબેન તિવારી, ઉપપ્રમુખ મનીષ શિયાળ, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, ભાજપ આગેવાન કેતનભાઈ દાણી, જિલ્લા ભાજપના પૂર્વપ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, કાઉન્સિલર મોહનભાઇ મોઢવાડીયા, ભરતભાઈ મોદી, લઘુમતી મોરચાના પ્રમુખ ઇબ્રાહિમ સંઘાર સહીત હોદેદારો કાર્યકરો મોટી સંખ્યામાં આ ઉજવણી માં જોડાયા હતા અને જાહેરાત ને આવકાર આપ્યો હતો.