8મી માર્ચે પોરબંદર આવી રહેલા કેન્દ્રીય મંત્રી માંડવીયા : પોરબંદર લોકસભા સીટ ભાજપના ઉમેદવાર
ડો. માંડવીયાએ કહ્યું: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત હોવાને કારણે પોરબંદર પહેલેથી જ મને ગમે છે
નારન બારૈયા – પોરબંદર
અગાઉ પોરબંદર જિલ્લાના પ્રભારી તરીકે પણ કામ કરી ચૂક્યા હોવાને કારણે પોરબંદર ભાજપના પાયાના કાર્યકર્તાઓ સાથે પણ ડોક્ટર માંડવીયાને ઘનિષ્ઠ નાતો
“પોરબંદર એ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ હોવાને કારણે અને ગાંધીજીના વિચારોથી હું પ્રભાવિત હોવાને કારણે પોરબંદર સાથે મારે પહેલેથી જ ભાવનાત્મક નાતો રહ્યો છે. તેના કારણે પાર્ટી તરફથી જ્યારે પોરબંદરની સીટ પરથી લડવા માટે મારી પસંદગી કરવામાં આવી ત્યારે મને ખૂબ જ આનંદ થયો. પોરબંદર જિલ્લામાં હું અગાઉ લોક સેવાના અને પાર્ટી માટેના કામો કરી ચૂક્યો હોવાથી હવે પોરબંદરના લોકોથી વધુ નજીક આવશે એનો મને આનંદ છે.” આ શબ્દો છે પોરબંદર સીટ માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર થયેલા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાના. ઉમેદવાર જાહેર થયા બાદ 8મી માર્ચે પહેલી વાર તેઓ પોરબંદર આવી રહ્યા છે.
પોરબંદર સાથે તેમને નિકટતાથી સંકળાયવાની તક મળ્યાનો આનંદ વ્યક્ત કરવાની સાથે જ ડો. મનસુખ માંડવીયા એ કહ્યું કે- ” અગાઉ મને ભારતીય જનતા પાર્ટી દ્વારા પોરબંદર જિલ્લાના પ્રભારી તરીકે કામ કરવાની તક મળી હતી અને તેના કારણે પોરબંદરના લોકોથી હું ખૂબ જ નજીક છું અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે મારે ખૂબ જ નજીકનો નાતો રહ્યો છે. પોરબંદર જિલ્લાના ભાજપ કાર્યકરોનો લોકો માટે કામ કરવાનો એક અનોખો ઉત્સાહ હોય છે તે મારો અનુભવ રહ્યો છે. મારી પોરબંદર માટેની ઉમેદવારી જાહેર થયા બાદ અગાઉ ખૂબ જ નજીક રહીને પાર્ટીના કાર્યકરો માટે કામ કર્યું હોવાથી પાર્ટીના કાર્યકરોએ પણ ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો છે અને હું પણ મને એક કાર્યકર જ માનતો હોવાથી કાર્યકરો સાથે એક કાર્યકર જ બનીને કામ કરવાનો મને આનંદ હશે.”
તેમણે વધુમાં કહ્યું કે – “પક્ષ તરફથી આ તક મળી હોવાને કારણે પોરબંદર જિલ્લાના લોકોના જે કંઈ પ્રશ્નો છે તે પ્રશ્નોનો ઉકેલ લાવવાની જવાબદારી હું સારામાં સારી રીતે નિભાવવાનો સારામાં સારો પ્રયત્ન કરીશ.”
” તમે સામાન્ય રીતે રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ મોટાભાગના કાર્યો કરતા હો છો ત્યારે પોરબંદરના લોકોના પ્રશ્નો કઈ રીતે સાંભળશો?” – એવા સવાલના જવાબમાં ડો. મનસુખ માંડવીયાએ જણાવ્યું કે “આધુનિક સમયમાં કશું જ અશક્ય નથી હું ચાહે દિલ્હીમાં હોઉં કે ગાંધીનગર કે પછી વિદેશમાં હોઉં, પોરબંદરના લોકો માટે એક એવી સિસ્ટમ ગોઠવવામાં આવશે કે તેઓ સીધો મારો સંપર્ક કરી શકે અને તેમની કોઈ પણ પ્રશ્ન અંગેની રજૂઆતની તરત જ મને જાણ થાય અને વહેલામાં વહેલી તકે તેનો ઉકેલ આવે.”
ઉલ્લેખનીય છે કે ડોક્ટર માંડવીયા આઠમી માર્ચે પોતાની ઉમેદવારી જાહેર થયા બાદ પ્રથમ વાર પોરબંદર આવી રહ્યા છે અને તેઓ તેમના નિયત કાર્યક્રમ અનુસાર જિલ્લામાં વિવિધ સ્થળે મુલાકાતો કરશે. પોરબંદર ભાજપના મોવડી ઓ સાથે અને કાર્યકર્તાઓ સાથે તેમની કેટલીક બેઠકો ગોઠવાઈ રહી છે આ ઉપરાંત તેઓ પોરબંદર ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે અને આગામી ચૂંટણીની રણનીતિ પણ ગોઠવશે. બાબુભાઈ બોખીરીયાથી લઈને રમેશ ધડુક સુધીના નેતાઓ ઉપરાંત આ વખતે કોંગ્રેસ છોડીને આવેલા ભાજપના નવા હીરો અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઉત્સાહભેર ડો. મનસુખભાઈ માંડવીયાની પ્રચાર યાત્રામાં જોડાશે તેમ માનવામાં આવી રહ્યું છે.
પોરબંદર એરપોર્ટ ખાતે આગમન
11 વાગે
એરપોર્ટ થી કીર્તિમંદિર ખાતે રવાના 300 બાઈક અને 100 કાર સાથે 11.10 થી 11.30
. કીર્તિમંદિરે પુષ્પાંજલિ કાર્યક્રમ
સુદામા મંદિર ખાતે દર્શન
11.30 થી 12.15
તાજાવાલા હોલ ખાતે કાર્યકર્તા સાથે મુલાકાત
12.30 થી 1.15
રાણાવાવ ખાતે સ્વાગત
1.30 વાગ્યે
કુતિયાણા ખાતે બાલા હનુમાન મંદિરે દર્શન
2 વાગે
પાજોદ
02.45 વાગે
* બાટવા
03.00 વાગે
* સ્વામીનારાયણ મંદિર દર્શન માણાવદર
03.30 વાગે
માલબાપા મંદિર માણેકવાડા
04.30 વાગે
કાર્યકર્તા સાથે મુલાકાત સાવજ ડેરી, ખોખરડા
05.00 વાગે
. સરદાર ચોક, મેંદરડા
05.30 વાગે
* ઉમાધામ મંદિર દર્શન, ગાઠીલા
06.00
* સ્વાગત બાપુના બાવલા ચોક,
ઉપલેટા
07.30
સ્વાગત ભૂલકા ગરબી કુંભારવાડા, ધોરાજી
08.30
સ્વાગત, ભોજન તથા રાત્રી રોકાણ જેતપુર
09.15
11-પોરબંદર લોકસભા ના ઉમેદવાર ડો મનસુખ માંડવીયા સાહેબ નો પ્રવાસ કાર્યક્રમ તા. 9-2-2074
– વીરપુર દર્શન
07.30
પદયાત્રા વીરપુર થી ખોડલધામ
08.00 थी 10.00
૦ રમાનાથધામ મંદિર ગૉડલ દર્શન
11.00
રામજીમંદિર દર્શન ગોંડલ
11.30
= દાસીજીવણમંદિર દર્શન, ઘોઘાવદર (ગોંડલ)
12.00
સ્વાગત ધારાસભ્ય ના નિવાસ સ્થાન, ગોંડલ
12.30
– ગોંડલ અક્ષર ડેરી(BAPS) – દર્શન અને ભોજન
01.00