ભાજપના નવ નિયુક્ત મંડલ પ્રમુખોનુ કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ ડૉ. મનસુખભાઇ માંડવીયાએ ખેશ પહેરાવીને સન્માન કર્યુ
પોરબંદર લોકસભા વિસ્તાર મા આવતા મંડલ ના ભારતીય જનતા પાર્ટી ના નવ નિયુક્ત મંડલ પ્રમુખશ્રીઓની ટિમ નું કેન્દ્રીય મંત્રી અને પોરબંદર ના સાંસદ ડૉ મનસુખભાઇ માંડવીયા એ ખેશ પહેરાવીને સન્માન કર્યું હતું.
તાજેતરમાં ભાજપ ની કેન્દ્રીય ચૂંટણી સમિતિની માર્ગદર્શિકા મુજબ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા બુથ પ્રમુખ સંવાદ તેમજ વિધાનસભા સંકલન સમિતિ સાથે સંવાદ કરી સકારાત્મકતા અને સમરસતા સાથે મંડળ પ્રમુખો ની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી. જેના આધારે પોરબંદર જિલ્લાના મંડળ ના પ્રમુખો નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર તાલુકા મંડળ ના પ્રમુખ તરીકે રાણાભાઇ દુલાભાઇ મોઢવાડીયા, કુતિયાણા તાલુકા મંડલ પ્રમુખ તરીકે લીલાભાઇ દેવાયતભાઈ રાવલીયા, કુતિયાણા શહેર મંડલ પ્રમુખ તરીકે માલદેભાઇ નાથાભાઈ ઓડેદરા, રાણાવાવ તાલુકા મંડલ પ્રમુખ તરીકે વીરાભાઇ દેવાયતભાઈ મકવાણા, રાણાવાવ શહેર મંડળ પ્રમુખ તરીકે રામદેભાઇ લીલાભાઇ ઓડેદરા નું નામ જાહેર થયું હતું. ભાજપના નવ નિયુક્ત મંડલ પ્રમુખો અને ટિમ નું કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ ડૉ મનસુખભાઇ માંડવીયાએ ખેશ પહેરાવીને સન્માન કર્યું હતું અને આગામી કામગીરી માટે માર્ગદર્શન આપ્યું હતું