જેસીઆઇ દ્વારા બોર્ડના પરીક્ષાર્થીઓથી શુભેચ્છાઓ પાઠવી
વિદ્યાર્થીઓનું ગુલાબ અને ચોકલેટથી સ્વાગત કરાયું
ધોરણ 10 અને 12ની વાર્ષિક પરીક્ષાઓ શરૂ થઈ છે ત્યારે આ બોર્ડની પરીક્ષા આપવા માટે જઈ રહેલા વિધાર્થીઓને જેસીઆઇ પોરબંદર દ્વારા શુભેચ્છાઓ પાઠવી ભય કે ડર વિના સ્વસ્થ ચિત્તે પરીક્ષા આપવા શુભેચ્છાઓ પાઠવી હતી.
નવયુગ વિધાલય ખાતે પરીક્ષા સેન્ટર ઉપર બોર્ડની પરીક્ષા આપવા માટે આવેલા વિધાર્થીઓને જેસીઆઇ પોરબંદરના સભ્યોએ ગુલાબના ફૂલ આપી સફળતા માટે શુભેચ્છા પાઠવી સાથે ચોકલેટ આપી મોઢું મીઠું કરાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે જેસીઆઇ પોરબંદર દ્વારા વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ હેલ્પ લાઈન પણ શરૂ કરવામાં આવી છે. જે કોઈ પણ વિધાર્થીઓ પરીક્ષા બાબતે મુંઝવણ અનુભવે તો અમારી હેલ્પલાઇન નંબર 9106953817 ઉપર સંપર્ક કરીને એમના પ્રશ્નનું નિરાકરણ લાવવા હેલ્પલાઈનના કાઉન્સેલર શિવાની સામાણી બનતા પ્રયત્નો કરી વિધાર્થીઓને માર્ગદર્શન આપશે.
પરીક્ષા આપવા જઇ રહેલા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવા નવયુગ વિધાલયના આચાર્ય તુષાર પુરોહિત, જેસીઆઇ પોરબંદરના પ્રમુખ આકાશ ગોંદીયા, સંજય કારીયા, કેતન પટેલ, વિવેક લાખાણી, હરેશ રાડીયા, દિલીપ ગંધા, સમીર ધોયડા, ધૈવત વિઠલાણી, રુચિત ગંધા, ઉત્સવ મજીઠીયા, કેવલ પટેલ, પ્રીતેશ મોઢા, મીશ્રી ગોંદીયા, જિજ્ઞા તન્ના, જિજ્ઞા રાડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.