પોરબંદર માં નારીશક્તિ નાં વિશિષ્ટ સન્માન નો કાર્યક્રમ યોજાયો

વિશ્વ મહિલા દિવસ અંતર્ગત જે બહેનો ને દીકરો જ ન હોય ફકત દીકરીઓ જ હોય એવા 75 બહેનો નાં સન્માન નો ” નારી તું કદી ન હારી ભાગ – 02 એક નવતર કાર્યક્રમ તા.19/03/24 નાં રોજ શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ , ધી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ અને શ્રી વલ્લભપ્રભુ મહિલા મંડળ નાં સંયુક્ત ઉપક્રમે શ્રી ઠાકોરજી ની અસીમ કૃપા થી સંપન્ન થયો હતો.જેમાં 75 જેટલાં બહેનો નું શાલ – સન્માન પત્ર અને જ્ઞાન વર્ધક પુસ્તિકા દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.
આ દિવ્ય નવતર કાર્યક્રમ ની શરૂઆત માં જાણીતા ઉદ્દઘોષક શ્રી પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા સમગ્ર કાર્યક્રમ ની રૂપરેખા નું સુંદર વર્ણન કરી કાર્યક્રમ નો શુભ ઉદ્દેશ દર્શવવામાં આવ્યો હતો. સ્વાગત પ્રવચન ધી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર નાં પ્રમુખ શ્રી જતીનભાઈ હાથી દ્વારા સુંદર રીતે કરવામાં આવેલ. પોરબંદર નાં જાણીતા ઉદ્યોગપતિ શ્રી પદુભાઈ રાયચુરા દ્વારા રાજીપા સાથે આવા સુંદર કાર્યક્રમ નાં આયોજન માટે આયોજકો ને બિરદાવેલ હતા. પોરબંદર છાંયા નગરપાલિકા નાં પ્રમુખ ડો ચેતનાબેન તિવારી ઍ મહિલા એટલે વિશે જણાવતા કહયું હતું કે મ એટલે મહેનતુ હી એટલે હિંમતવાન અને લા એટલે લાજવાબ નું વિસ્તૃત વર્ણન કરી નારીશક્તિ ને બિરદાવતા આવા દિવ્ય કાર્યક્રમ માટે રાજીપો વ્યક્ત કરેલ. પબ્લિક સ્પીકર ઋષિકાબેન હાથી દ્વારા સાવિત્રીબાઇ ફૂલે વિશે વિસ્તાર થી જણાવી નારી શક્તિ નું સુંદર વર્ણન કરી અહોભાગ્ય ની લાગણી પ્રગટ કરેલ હતી. પોરબંદર નાં યુવા વૈષ્ણવાચાર્ય પૂ. ગો. શ્રી ૧૦૮ શ્રી જયવલ્લભલાલજી મહોદયશ્રી દ્વારા આશીર્વાદ સાથે જણાવ્યું હતું કે જે ઘર માં નારી નું સન્માન થાઈ છે ઍ ઘર માં સદાય સુખ – શાંતિ નો વાસ રહે છે તેમજ નવરાત્રી માં પણ માતાજી ની શક્તિ નાં ગુણગાન ગવાય છે અને યશોદાજી જેવી માતા પૂર્ણપુરુષોત્તમ પ્રભુ ને લાડ થી દોરડે બધી શકાય છે તેમજ માતા જેવી છાંયા , આશ્રય , પ્રેમ અને રક્ષા સંતાન ને બીજું કોઈ આપી ન શકે એનું શાસ્ત્રોક્ત પ્રમાણ સાથે અદ્દભૂત વર્ણન કરી આવા દિવ્ય કાર્યક્રમ માટે ખુબજ પ્રસન્નતા વ્યક્ત કરી ઉપસ્થિત સૌને મંગલ આશીર્વાદ પ્રદાન કરવામાં આવેલ હતા. આ દિવ્ય કાર્યક્રમ માં શ્રી ધી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર નાં મંત્રી જયેશભાઇ પતાણી , અનિલભાઈ કારિયા , દિલીપભાઈ ગાજરા , ટી. કે. કારિયા , વૈષ્ણવ અગ્રણી મગનભાઈ ગોકાણી , રસીકબાપા રોટલાવાલા અન્નક્ષેત્ર નાં ભાવિનભાઈ સામાણી , મહેન્દ્રભાઈ પોપટ , જાણીતા અગ્રણી ઘનશ્યામભાઈ મહેતા , રજનીકાંતભાઇ મોઢા તથા વિરલભાઈ સામાણી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ડો સુરેશભાઈ ગાંધી અને ડો. સુરેખાબેન શાહ નો સુંદર સહયોગ મળ્યો હતો.
સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા જતીનભાઈ હાથી , પ્રકાશભાઈ રૂપારેલ , હિતેષભાઇ સોનીગ્રા , અજયભાઇ મોનાણી , શ્રી પ્રદીપભાઈ ગજ્જર અને સંસ્થા નાં ત્રિવેદીભાઈ તેમજ સુધીરભાઈ તથા મહિલા મંડળ નાં દર્શનાબેન રૂપારેલ , નિશાબેન રૂપારેલ , મીનાક્ષીબેન ગજ્જર , હેતલબેન સોનીગ્રા તથા દિવ્યાબેન વાજા ઍ જહેમત ઉઠાવી હતી.
સમગ્ર કાર્યક્રમ નું રસાત્મક અને અનોખી શૈલી દ્વારા ભાવમય સંચાલન જાણીતા ઉદ્દઘોષક શ્રી પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા કરવામાં આવેલ અને ઉપસ્થિત સૌનો અંતર થી આભાર માની એક નવતર અને દિવ્ય કાર્યક્રમ નો વિરામ કરવામાં આવેલ હતો.
આમ પોરબંદર માં વધુ એક દિવ્ય કાર્યક્રમ સુંદર રીતે સંપન્ન થયો હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!