પોલીસને બાતમી આપતી હોવાની શંકાથી બખરલાની મહિલાની હત્યાનો પ્રયાસ

ભરત ખુંટી નામના શખ્સ સામે બગવદર પોલીસમાં ફરિયાદ

પોરબંદર
પોરબંદર જિલ્લાના બખરલા ગામે રહેતી એક મહિલા પોલીસને બાતમી આપતી હોવાનો વહેમ રાખીને ભરત ખુંટી નામના એ જ ગામના એક શખ્સે મહિલા પર કુહાડી વડે હુમલો કરી હત્યાનો પ્રયાસ કર્યો હોવાની પોલીસ ફરિયાદ થઈ છે. બગવદર પોલીસમાં 307 દાખલ થઈ છે.

પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી બાતમી અનુસાર આ મામલે લીરીબેન ઉર્ફે અંજુબેન આવડા સાજણભાઇ ખુંટી (ઉ.વ.૩૦ જાતે,મેર ધંધો,ઘરકામ રહે.બખરલા ગામ સોસાયટી વિસ્તાર તા.જી.પોરબંદર)એ ભરત આત્યાભાઇ ખુંટી (રહે.બખરલા) સામે ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર ફરીયાદી પોલીસમા આરોપીની બાતમી આપતા હોવાનો શક વહેમ હોય, જેના કારણે આ કામેના આરોપી લોખંડની કુહાડી સાથે ફરીયાદીના રહેણાંક મકાને જઇ ફરીયાદીને જાહેરમા ભુંડી ગાળો આપી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને મારી નાખવાના ઇરાદે લોખંડની કુહાડીનો એક ઘા ડાબી બાજુ ગરદનના પાસે ખંભા ઉપર મારી લોહી નીકળતી ગંભીર ઇજા પ્હોચાડી તેમજ આરોપીએ ફરીયાદીને કુહાડાના આડેધડ ઘા મારીને ફરીયાદીને જમણા હાથમા તથા પીઠના ભાગે મુંઢ ઇજાઓ પહોચાડી હતી.તા.૪/૦૪/૨૦૨૪ના રોજ બખરલા ગામ ફરીયાદીના રહેણાંક મકાન પાસે બનેલી આ ઘટના અંગે બગવદર પોલીસમાં આઇપીસી ૩૦૭,૩૨૩,૩૨૪,૨૯ ૪(ખ),૫૦૬(૨), તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો દાખલ થતાં પીએસઆઇ એ.એસ. બારાએ તપાસ હાથ ધરી છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!