પોરબંદર માં ઈદ ઉલ ફિત્ર ની ઉત્સાહપૂર્વક ઉજવણી

*વિરડિપ્લોટ ખાતે ઈદ મિલન સમારોહ પણ યોજાયો*
*સુમરા જમાત દ્વારા ઇદ ગાહ ખાતે શરબત વિતરણ*
પોરબંદર માં ઈદ ઉલ ફિત્ર ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
નેકી અને ભલાઇ અને ભાઈચારાના પયગામ સાથે ઉજવાતી આ ઈદ નિમિતે પોરબંદર ના વીરડી પ્લોટ ખાતે ઈદ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો.
પોરબંદર સિપાઈ જમાત ના પ્રમુખ અને મુસ્લિમ અગ્રણી ફેઝલખાન પઠાણ, યુનુંસ લોદી, અઝીમ મોદી, યુનુંસ મતવા, મકસદ કાબા અને ટિમ દ્વારા વીરડી પ્લોટ ખાતે ઈદ મિલન માટે એકઠા થયા હતા. જેમાં આ વિસ્તાર ના મોટી સંખ્યા માં બિરાદરો એ શુભેચ્છા ની આપ લે કરી હતી. વોર્ડ. ન. 6 ના કાઉન્સિલર અને મદ્રેસા ના ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સુર્યા એ પણ હાજરી આપી ને ઈદ ની શુભેચ્છાઓ પાઠવી હતી.
સુમરા જમાત દ્વારા ઈદ મસ્જિદ ખાતે શરબત નું વિતરણ કરવામાં આવ્યું હતું.
Please follow and like us:
