પોરબંદર જિલ્લા કક્ષા સ્પોટ સંકુલમાં પ્રવેશ મેળવવા ઉત્સુક બાળકો માટે વિનામૂલ્ય તાલીમ વર્ગનું આયોજન
પોરબંદર જિલ્લા કક્ષા સ્પોટ સંકુલમાં પ્રવેશ મેળવવા ઉત્સુક બાળકો માટે વિનામૂલ્ય તાલીમ વર્ગનું આયોજન જિલ્લામાં બેટરી ટેસ્ટ આપનાર પ્રતિભાશાળી બાળકો સૌરાષ્ટ્ર ઝોન ક્રીડા ભારતી સંગઠન દ્વારા આયોજિત માર્ગદર્શન શિબિરનો લાભ લઇ શકશે
પોરબંદર, તા.૦૯, ક્રીડા ભારતી સંગઠન દ્વારા ગુજરાત રાજ્ય સરકારના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલિત જીલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કુલ (DLSS)માં પ્રવેશ મેળવવા ઉત્સુક બાળકો માટે નિશુલ્ક તાલીમ વર્ગ પોરબંદર જીલ્લાના દરેક તાલુકામાં તારીખ ૦૭ એપ્રિલ થી શરૂ કરવામાં આવેલ છે. જીલ્લા કક્ષાની બેટરી ટેસ્ટ આપનાર અને અપેક્ષિત પ્રતિભાશાળી બાળકો તથા વાલીશ્રીઓને સંપર્ક કરવા જણાવાયું છે. પોરબંદર તાલુકા સરદાર પટેલ રમત સંકુલ, સાંદીપની મંદિર સામે કો. ઓર્ડીનેટર કૌશિક સિંધવાના મો. નંબર ૯૭૨૩૬૪૬૦૯૯, રાણાવાવ તાલુકામાં સરકારી હાઈસ્કુલ મેદાન, કો. ઓર્ડીનેટર રમેશ ટુકડીયાના મોબાઈલ નંબર ૯૭૧૨૪૬૮૨૬૩ અને કુતિયાણામાં શ્રી બાલા હનુમાન શાળા, નેશનલ હાઈવે ખાતે કો. ઓર્ડીનેટર અજય કરંગીયાનો મોબાઈલ નંબર ૮૧૫૫૯૯૩૯૫૯ ઉપર વધુ માહિતી માટે સંપર્ક કરવા જણાવાયું છે. તેમજ આગામી તારીખ ૧૪ એપ્રિલના રવિવારના રોજ તાલીમ સ્થળે સૌરાષ્ટ્ર ઝોન ક્રીડા ભારતી સંગઠન દ્વારા માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં કુતિયાણા અને રાણાવાવ તાલુકામાં સવારે ૦૮:૦૦ થી ૦૯:૦૦ કલાકે તથા પોરબંદરમાં સવારે ૦૯:૦૦ થી ૧૦:૦૦ કલાકે રાખેલ છે. ક્રીડા ભારતી પોરબંદર સંચાલિત તાલીમ વર્ગોમાં માર્ગદર્શન શિબિરના સમયે સવારે ૦૭:૦૦ થી ૦૯:૦૦ રહેશે. આથી તાલીમ વર્ગમાં આવતા બાળકો સાથે વાલીશ્રીઓએ અવશ્ય ઉપસ્થિત રહેવા ક્રીડા ભારતી સંગઠન સૌરાષ્ટ્ર ઝોન દ્વારા જણાવવામાં આવ્યું છે.