પોરબંદરના શ્રી નટવરસિંહજી ઉદ્યાનમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ

હાલ કાળઝાળ ગરમી ની ઋતુ માં લોકો ને પીવાના પાણી ની ખુબજ જરૂરિયાત હોય..જીવમાત્ર ના જીવન માટે ” જળ એજ જીવન ” કહેવાતું હોય , તરસ્યા ને પાણી ઍ અમૃત સમાન હોય જે પીવાથી અનેરી તૃપ્તિ નો અનુભવ થતો હોય ત્યારે..
પોરબંદર ના ખીજડી પ્લોટ માં આવેલ ” શ્રી નટવરસિંહજી ઉદ્યાન
” માં ” શ્રી ચંદુમાં જળ કુટીર ” નામે દાતાશ્રી કમલેશભાઈ રામજીભાઈ સામાણી ( પાલા વાળા ) અને શ્રીમતિ ચંદ્રિકાબેન કમલેશભાઈ સામાણી હ. શ્રી વિરલભાઈ કમલેશભાઈ સામાણી ( શિવ ફાઇનાન્સ – પાલાવાળા ) ના આર્થિક સહયોગ થી શ્રીમતિ ચંદ્રિકાબેન કમલેશભાઈ સામાણી ના જન્મદિવસ નિમિતે અને શ્રી વલ્લભપ્રભુ સત્સંગ મંડળ ના નિઃસ્વાર્થ સેવાભાવી સત્સંગી શ્રી પ્રકાશભાઈ રૂપારેલ ની મંગલ પ્રેરણા થી તેમજ પોરબંદર – છાંયા નગરપાલિકા ના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી અને ગાર્ડન કમિટી ના ચેરમેન ધવલભાઈ જોશી ના સુંદર માર્ગદર્શન સાથે અને ચોકીદારો પ્રેમજીભાઈ દવે તથા શ્રી મોહનભાઇ સલેટ ના સહકાર થી આજરોજ તા.11/04/2024 ને ગુરુવાર થી બગીચા ની મુલાકાતે આવનારા તમામ નગરજનો ને પીવા ના પાણી ની સુવિધા માટે સુંદર ” શ્રી ચંદુમાં જળ કુટીર ” નો મંગલ પ્રારંભ થયો હતો દાતા દ્વારા જલ સેવા એજ પ્રભુ સેવા ના શુદ્ધ ભાવ સાથે ની આ સુવિધા નગરજનો માટે ઉપલબ્ધ કરાવી સુંદર સેવા નુ દિવ્ય કાર્ય કરી ધન્યતા અનુભવેલ હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!