માધવપુર મેળામાં અધિકારીઓ દ્વારા સખી મંડળના સ્ટોલ્સની મુલાકાતે
સખી મંડળની બહેનો દ્વારા હસ્તકલાની વિવિધ વસ્તુઓનું વેચાણ
પોરબંદર ૧૯. સૌરાષ્ટ્રમાં પોરબંદર જિલ્લામાં ઉજવાતો પૌરાણીક અને ઐતિહાસિક મહત્વ ધરાવતો માધવપુરનો લોકમેળો ખુબજ પ્રચલિત છે. લોકમેળામાં પોરબંદર જિલ્લાના વિવિધ સખીમંડળો દ્વારા હસ્તકલાની તેમજ જુદી-જુદી હાથવણાટની ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. વહીવટીતંત્ર દ્વારા લોકમેળાના માધ્યમથી બહેનો આત્મનિર્ભર થાય તે હેતુથી સખી મંડળોને સ્ટોલ ફાળવવામાં આવેલ છે. જેમાં હેન્ડલુમ ડિઝાઇનના રૂમાલ, શાલ અને હસ્તકલાની વસ્તુઓ ધરવપરાશની તથા ગૃહ સુશોભનની ચીજ-વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. મેળામાં કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સ્ટોલની મુલાકાત લઇ બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પોરબંદરનાં નિયામક રેખાબા સરવૈયા દ્વારા બહેનો સાથે સંવાદ કરી તેઓને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.
