માધવપુરના મેળાના બીજા દિવસે ઓસમાન મીર ના કાર્યક્રમને માણતા લોકો

નાગાલેન્ડ ,અરુણાચલ પ્રદેશ ,ત્રિપુરા અને આસામ ના કલાકારોએ ઉત્તર પૂર્વ પ્રદેશની સંસ્કૃતિની ઝાંખી કૃતિ રૂપે રજૂ કરી
પોરબંદર તા.18
માધવપુર ઘેડ નો મેળો સરકારના વિવિધ વિભાગોના કાર્યક્રમને લીધે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
માધવપુરના મેળામાં બીજા દિવસે ઓસમાન મીરના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આજના સાંસ્કૃતિક કાર્યક્રમમાં બીજા દિવસે નાગાલેન્ડ ,અરુણાચલ પ્રદેશ ,ત્રિપુરા અને આસામ ના કલાકારોએ ઉત્તર પૂર્વ પ્રદેશની સંસ્કૃતિની ઝાંખી કૃતિ રૂપે રજૂ કરી હતી. ગુજરાત અને ઉત્તર પૂર્વ રાજ્યોના કલાકારોએ સંયુક્ત કૃતિઓ અને મલ્ટીમીડિયા શો રજૂ કર્યો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં કલેક્ટર કે.ડી લાખાણી, જિલ્લા વિકાસ અધિકારી કે બી ઠક્કર, અધિક કલેક્ટર રાયજાદા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. લોકો માટે બનાવાયેલા એસી ડોમમાં મોટી સંખ્યામાં લોકોએ આ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.

માધવપુર મેળામાં જન સુવિધાને પ્રાધાન્ય
મેળાના સ્થળે માનવમેદની માટે ઠેર-ઠેર શુદ્ધ અને ઠંડા પીવાના પાણીની સુવિધા
૦૦૦૦૦૦૦
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને રિયુઝેબલ ગ્લાસમાં શુધ્ધ ઠંડુ પાણી લોકો માટે સુગમ બનાવાયું: મેળામાં રાત દિવસ સતત મળે છે પીવાનું પાણી
૦૦૦૦૦૦૦૦
પોરબંદર તા.૧૯ એપ્રિલ
ભગવાન શ્રી કૃષ્ણ અને રુકમણીજીના વિવાહના ઉત્સવની ઉજવણી માટે વર્ષોથી ઉજવાતા પોરબંદરના માધવપુર ઘેડના મેળાનું આ વર્ષે પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વિશાળ મેદાનમાં પથરાયેલા માધવપુર મેળા- ૨૦૨૪ના વિવિધ સ્ટોલ્સ, રાઈડ, દુકાનો વગેરેને માણતા લોકોને તેમજ સેવારત પોલીસ, ફાયર, ઇલેક્ટ્રિક, આરોગ્ય અને અન્ય તમામ સ્ટાફ અને રાઇડ્સના અને સ્ટોલના લોકો માટે સરળતાથી શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે રીતે પીવાના પાણીના પોઇન્ટ તૈયાર કરવામાં આવ્યા છે.
કલેક્ટર શ્રી કે.ડી લાખાણી ના વિશેષ માર્ગદર્શન હેઠળ ખાસ કરીને પીવાના પાણીના સ્થળે ગંદકી ન થાય , પાણી ના વેડફાય તેની તકેદારી રાખવામાં આવી છે.
જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત પાણી પુરવઠા બોર્ડના પોરબંદર એકમ તેમજ સંબંધિત વિભાગોના સંકલનથી મેળામાં મહાલતા લોકો માટે પીવાના પાણીની સુવ્યવસ્થા કરવામાં આવી છે.
૭ સ્થળો એ પીવાના પાણીના પોઇન્ટ અને ત્રણ જગ્યાએ ૫૦૦૦ લીટરના ટેન્કરો દ્વારા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત વિવિધ ડોમ અને કંટ્રોલ રૂમ, હેલિપેડ અને ફાયર સ્ટાફના રોકાણના સ્થળે તેમજ પોલીસ સ્ટાફના રોકાણ સ્થળોએ પણ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. વધુમાં મેળાના પાણીના દરેક પોઇન્ટ પર એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે પાણીનો બગાડ ન થાય અને પાણીને લીધે ગંદકી પેદા ન થાય.
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને રિયુઝેબલ ગ્લાસમાં શુધ્ધ ઠંડુ પાણી લોકો માટે સુગમ બનાવાયું છે. આમ, પર્યાવરણનું પણ ધ્યાન રાખવા સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત પાણીનું વિતરણ માધવપુરના મેળામાં કરવામાં આવી રહ્યું છે.
