પોરબંદર લોકસભા બેઠક પર તા.૭ મેના મતદાન માટે ૮૦૫૭ પોલિંગ સ્ટાફને અપાઈ ફરજ
*પોરબંદર જિલ્લામાં પેરા મિલેટ્રી ફોર્સની ૩ કંપની ઉપરાંત ૧૩૦૦ પોલીસ કર્મચારીઓનો કડક બંદોબસ્ત*
૦૦૦
*મતદાનના ૭૨ કલાક પૂર્વે પોરબંદર જિલ્લામાં ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે તમામ તૈયારીઓ પૂર્ણ: કલેક્ટ કે.ડી.લાખાણી*
૦૦૦
*નિષ્પક્ષ, ન્યાયી અને ભયમુક્ત ચૂંટણી પ્રક્રિયા માટે સમગ્ર જિલ્લાનો સ્ટાફ સમર્પિત: મતદાન જાગૃતિ સાથે લોકશાહીના પર્વને ઉજવવા પોરબંદર જિલ્લામાં ઠેર ઠેર સફળતા પૂર્વક કાર્યક્રમ યોજાયા છે*
૦૦૦
*પોરબંદર જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કે.ડી. લાખાણી ના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી કે.બી ઠક્કર અને જિલ્લા પોલીસવડા ભગીરસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું*
૦૦૦
*જિલ્લા ચૂંટણી તંત્રની કામગીરી અને સ્વિપ મતદાર જાગૃતિ કાર્યક્રમ થકી મતદાન જાગૃતિનો લોક સંદેશ લોકો સુધી પહોંચાડવા પોરબંદર મીડિયાની સકારાત્મક ભૂમિકા: કલેકટર કે.ડી. લાખાણી*
૦૦૦૦
*પોરબંદરના કલેકટરનો સંદેશ*
“૧. તા. ૭ મે ના રોજ અવશ્ય મતદાન કરીએ.
૨. વોટર સ્લીપ માત્ર જાણકારી માટે છે, ચૂંટણી ઓળખ કાર્ડ મતદાન વખતે સાથે લઈ જઈએ. કાર્ડ ના હોય તો અન્ય ૧૨ પુરાવા માન્ય છે.
૩. મતદાન મથકમાં મોબાઈલ લઈ જવો નહીં.
૪. હિટ વેવને ધ્યાનમાં રાખી કાળજી લઈએ, તબિયત બગડે તો ફરજ પરના આરોગ્ય સ્ટાફને જાણ કરી સારવાર લઈએ.”
પોરબંદર તા.૪
પોરબંદર લોકસભાની બેઠક અને પોરબંદર વિધાનસભાની પેટા ચૂંટણી ના ૭મી મેના મતદાનની કામગીરીની તમામ તૈયારીઓ પોરબંદર જિલ્લા ચૂંટણી તંત્રએ પૂર્ણ કરી છે. ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર મતદાનના ૭૨ કલાક પૂર્વે જિલ્લા ચૂંટણી તંત્રએ મતદાનની કામગીરી શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે માટેની તમામ નિયત તૈયારીઓ પૂર્ણ કરી છે તેમ આજે પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.ડી.લાખાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.
પોરબંદર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા વિકાસ અધિકારી કે.બી. ઠક્કર અને શ્રી ભગીરસિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રેસ મિટિંગમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લામાં ચૂંટણીમાં રોકાયેલા સ્ટાફને માર્ગદર્શિકા અનુસાર તમામ પ્રકારની તાલીમ અપાઈ ચુકી છે. ચૂંટણી સ્ટાફ અને સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર તા. ૭ મેની મતદાનની કામગીરી માટે સુસજ્જ છે.
*મતદાન મથકો*
પોરબંદર લોકસભામાં સાત વિધાનસભા સમાવિષ્ટ છે. જે અંતર્ગત પોરબંદર ,રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના વિસ્તારોનો સમાવેશ થાય છે તે મુજબ પોરબંદર, કુતિયાણા, ગોંડલ ,જેતપુર ધોરાજી, માણાવદર અને કેશોદ વિધાનસભા વિસ્તારના કુલ ૧૮૦૬ મતદાન મથકો ૧૧- પોરબંદર લોકસભામાં આવરી લેવામાં આવશે. જેમાં પોરબંદર વિધાનસભાના ૨૪૮ અને કુતિયાણા વિધાનસભાના ૨૩૬ મળી જિલ્લાના ૪૮૪ મતદાન મથકો છે. મતદાન મથકોના લોકેશનો જિલ્લામાં ૨૭૧ અને સમગ્ર મળીને ૧૦૪૭ છે.
*જોખમી મતદાન મથકો*
પોરબંદર જિલ્લામાં પોરબંદર વિધાનસભામાં ૬૯ અને કુતિયાણામાં ૧૦૯ મળી ૧૭૮ તેમજ સમગ્ર બેઠક પર ૬૦૨ જોખમી મતદાન મથક આઇડેન્ટીફાય કરી જરૂરી બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે.
*ખાસ પ્રકારના મોડેલ મતદાન મથક સહિતના મતદાન મથકો*
પોરબંદર જિલ્લામાં ૧૪ જ્યારે સમગ્ર બેઠક પર ૪૯ , પી.ડબ્લ્યુ.ડી મતદારોની સુવિધા સાથે જિલ્લામાં ૨ અને સમગ્રતયા ૭, યુવા મતદાન મથક ૧, મોડેલ મતદાન મથક વળી કુલ ૬૪ ખાસ પ્રકારના મતદાન મથકો ઉભા કરવામાં આવશે.
*મતદારો*
પોરબંદર જિલ્લામાં ૨,૫૧૬૩૧ પુરુષ અને ૨૪૦૫૩૧ સ્ત્રી અને ૯ ત્રીજી જાતિના મળી ૪૯૨૧૭૧ મતદારો નોંધાયા છે. જ્યારે સર્વિસ વોટર ૩૫૭ છે. સમગ્ર બેઠકમાં કુલ મતદારો ૧૭૬૮૨૧૨ અને કુલ સર્વિસ વોટર ૧૩૮૨ છે.
*પોલિંગ સ્ટાફ*
ચૂંટણી ફરજ પર પોરબંદર અને કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં ૧૦૪૦કર્મચારીઓ જેમાં ૫૨૦ મહિલા પોલીસ ઓફિસર ફરજ બજાવશે બેઠકમાં કુલ ૮૦૫૭ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. જેમાં ૨૮૧૬ મહિલા પોલિંગ ઓફિસર, કુલ ૧૯૯૦ પ્રિસાઇડિંગ ઓફિસરને ફરજ સોંપવામાં આવી છે.
*ડીસ્પેચિંગ સિંગ રીસીવિંગ સેન્ટર*
પોરબંદર જિલ્લામાં પોરબંદર ખાતે માધવાણી કોલેજ અને કુતિયાણા વિસ્તાર માટે જવાહર નવોદય વિદ્યાલય અને રીસીવિંગ સેન્ટર રહેશે. ગોંડલ માટે સંગ્રામ સિંહજી હાઇસ્કુલ, જેતપુરમાં સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ ,ધોરાજીમાં ન્યુ ભગતસિંહજી હાઇસ્કુલ, માણાવદરમાં સરકારી હાઈસ્કૂલ અને કેશોદમાં આદર્શ નિવાસી શાળા નો સમાવેશ થાય છે. તા. ૬ ના રોજ સવારે અહીં સ્ટાફ ઇવીએમ સહિતની વસ્તુઓ મેળવી મતદાન મથક તરફ ફરજ બજાવવા માટે ટીમ સાથે પહોંચી જશે તે તા.૭ મે સવારે કામગીરી શરૂ કરશે.
*ઇવીએમ વીવી પેટની સંખ્યા*
પોરબંદર જિલ્લામાં પોરબંદર વિધાનસભા વિસ્તારમાં પેટા ચૂંટણી અને લોકસભા ચૂંટણી બંને ઘ્યાને લઈ ૩૧૦ પ્લસ ૩૧૦ બી યુ, ૩૧૦ પ્લસ ૩૧૦ સિયુ અને ૩૩૪ પ્લસ ૩૩૪ વિવીપેટ ઉપયોગમાં લેવા માટે સજ્જ કરાયા છે. કુતિયાણામાં ૨૯૫ બિયુ ૨૯૫ સિયુ અને ૩૧૮ વિવીપેટ રખાશે. સમગ્ર લોકસભામાં ૨૨૫૫ બીયુ,૨૨૫૫ સીયુ,૨૪૩૪ વિવિપેટ રહેશે.
*પોસ્ટલ બેલેટ*
પોરબંદર જિલ્લામાં પોરબંદર વિધાનસભા ૮૫ વર્ષની ઉંમરથી વધુ વયના ૯૦, કુતિયાણામાં ૧૬૪, સમગ્ર બેઠકમાં ૭૬૧, જ્યારે દિવ્યાંગ મતદારોમાં પોરબંદરમાં ૪૫ કુતિયાણામાં ૩૮ અને સમગ્ર બેઠકમાં ૨૮૨, આવશ્યક સેવામાં રોકાયેલા હોય તેવા પોરબંદરમાં ૫૦ કુતિયાણામાં ૪૭ અને સમગ્ર બેઠકમાં ૨૯૭ મળી કુલ ૧૩૪૦ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાનનો વિકલ્પ પસંદ કર્યો હતો.
પોસ્ટલ બેલેટથી મતદાન કરેલ ચૂંટણી કામગીરી પર રોકાયેલા ચૂંટણી સ્ટાફ ની વિગત જોઈએ તો પોરબંદર જિલ્લામાં કુલ ૨૮૪૦ પોસ્ટલ મતદારો માંથી તાલીમના સમયે ૧૧૧૬ જ્યારે મદદનીશ ચૂંટણી અધિકારી કચેરી ખાતે ૧૫૧૨ મળી કુલ ૨૬૨૮ કર્મચારીઓએ મતદાન કરેલ છે.
*ઝોનલ ઓફિસર અને ડિસ્પેસિંગ રૂટ*
પોરબંદર જિલ્લામાં પોરબંદર વિધાનસભામાં ૨૩ કુતિયાણામાં ૨૮ ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે પોરબંદર જિલ્લાના ૫૧ મળી પોરબંદર લોકસભામાં કુલ ૨૦૧ જોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.એ જ રીતે આસિસ્ટન્ટ ઝોનલ ની નિમણૂક કરવામાં આવી છે. ડિસ્પેસિંગ રૂટ ૨૬૫ સમગ્ર લોકસભા વિસ્તારમાં છે જેમાં ૮૬ પોરબંદર જિલ્લા પૂરતા છે.
*વોટર સ્લીપ (vis)*
પોરબંદર જિલ્લામાં બંને વિધાનસભા મળી ૨૨૭૯૪૫ માંથી ૨૨૬૨૯૩ સ્લીપ નું ૯૯.૨૮ ટકા વિતરણ કરી દેવામાં આવ્યું છે એ જ રીતે બેઠકમાં કુલ ૧૭૬૮૨૧૨ માથી ૧૭૪૨૪૭૮ સ્લીપનું વિતરણ ૯૮.૫૪ ટકા કરવામાં આવ્યું છે.
*પોરબંદરમાં ત્રણ બેઠકની મતગણતરી*
પોરબંદર લોકસભા અને પોરબંદર વિધાનસભા તેમજ માણાવદર વિધાનસભા ચૂંટણીની મતગણતરી પોરબંદરમાં કરવામાં આવશે. પોરબંદર પોલિટેકનિક ખાતે ૯ બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે.
*એફ એસ ટી સહિતની ૧૩૨ ટીમો*
પોરબંદર જિલ્લામાં એસ એસ ટી ની ૧૮ ફલાઇંગ સ્કવોડ ૧૨, વીએસટી ૧૧, એઈઓ -૨, વી વી ટી ૬ તેમજ સમગ્ર બેઠકમાં એસએસપી ૪૫ ફલાઇંગ સ્કવોડ ૩૬, વી એસ ટી ૨૫,એઈઓ ૭ અને વીવીટી ૧૯ મળી ૧૩૨ ટીમો ની રચના કરવામાં આવી છે અને હાલ મતદાનના ૭૨ કલાક બાકી હોય આ કામગીરીને સઘન બનાવવામાં આવી છે.
*મતદાન મથકો અને રૂટ પર આરોગ્ય સ્ટાફ*
જિલ્લા કલેકટર શ્રી કે.ડી.લાખાણી ના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લામાં હિટવેવ ના સંદર્ભે તેમજ પોલિંગ સ્ટાફ અથવા તો મતદાર ના આરોગ્યની સારવાર સંદર્ભે પ્રાથમિક સારવારની કીટસ તૈયાર કરવામાં આવી છે. દરેક ઝોનલના રૂટ પર એક મેડિકલ ઓફિસર ની નિયુક્તિ કરવામાં આવી છે તેમજ સ્ટાફ જ્યારે મતદાન મથકે રવાના થશે અને વસ્તુઓ મેળવશે તેની સાથે એક આરોગ્ય ની કીટ જેમાં ઓઆર એસ સહિત પ્રાથમિક સારવાર ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મતદાન મથક પર આશા વર્કર આરોગ્ય કાર્યકર તેમજ મતદાર સહાયતા સ્ટાફ ની નિયુક્તિ કરવામાં આવી છે. દરેક મતદાન મથક ખાતે મિનિમમ ફેસીલીટી જેવી કે રેમ્પ ,લાઈટ ,ફર્નિચર પીવાનું પાણી જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પોરબંદર જિલ્લાના ૪૮૪ માંથી ૮૪ મતદાન મથકો અને લોકસભાના કુલ ૧૮૦૬ મતદાન મથકો માંથી ૨૦૫ મતદાન મથકો ખાતે છાયડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે દરેક ગ્રુપમાં ૧૦થી ૧૫ મતદાન મથકના ક્લસ્ટર વાઈઝ એક એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
*દિવ્યાંગ મતદાર માટે સુવિધા*
વરિષ્ઠ નાગરિકો- દિવ્યાંગો ની સહાયતા માટે કંટ્રોલરૂમ નંબર ૦૨૮૬-૨૨૨૦૧૦૧, જિલ્લામાં કુલ છ વાહનોની વ્યવસ્થા કરેલ છે.આ વાહનો મતદાનના દિવસે દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોની માંગણી મુજબ મતદાનબુથથી પીક ડ્રોપ તથા વિલચેરની સુવિધા અપાશે . વાહન નું લોકેશન પોરબંદરમાં બે ,રાણાવાવમાં એક, કુતિયાણામાં એક, માધવપુર અને બગવદરમાં એક એક વ્યવસ્થા કરવામાં આવી છે.જિલ્લામાં કુલ ૬૫ મતદાન મથકો પર વિલ ચેરની વ્યવસ્થા કરવામાં આવી છે .જિલ્લાના શ્રવણ ક્ષતિ કે વાણી અંગેની દિવ્યતા ધરાવતા મતદારોને જિલ્લાના કંટ્રોલરૂમ ખાતે વિડીયો કોલ મારફત સાઇન લેંગ્વેજ જાણકારની નિમણૂક કરવામાં આવી છે. જિલ્લામાં પ્રજ્ઞાચક્ષુ મતદારોને બ્રેઇન લિપિમાં વોટર ઇન્ફોર્મેશન સ્લીપ નું વિતરણ કરવામાં આવેલ છે . બ્રેઇલના જાણકાર દ્રષ્ટિહિન મતદાર તેઓના સાથીદારની સહાય વિના મત આપી શકે તે માટે બેલેટ યુનિટ પર દરેક ઉમેદવારના નામ સામેના કેન્ડિડેટ બટન વાદળી બટનની જમણી બાજુમાં બ્રેઇલમાં નંબર દર્શાવવામાં આવે છે.
*સુરક્ષા વ્યવસ્થા*
જિલ્લા પોલીસવડા શ્રી ભગીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આચારસંહિતા દરમિયાન ૪૫૦૦ જેટલા સીઆરપીસી અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. ૭૩૬ હથિયાર જમા લેવામાં આવ્યા છે .૯૦૦ પ્રોહી.કેસ કરવામાં આવ્યા છે. પોરબંદર જિલ્લામાં ૧૦ ચેકપોસ્ટ ખાતે પણ પોલીસ ફરજ બજાવી રહી છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.બી.ઠક્કરના માર્ગદર્શન હેઠળ ચૂંટણી ખર્ચ અંતર્ગત દેખરેખ અંતર્ગત વિવિધ ટીમોમાં પણ પોલીસના સભ્યો ફરજ બજાવે છે. સેન્ટ્રલ પેરા મિલેટ્રી ફોર્સની ત્રણ કંપની, અને હોમગાર્ડ પોલીસ જવાનો છે ૧૩૦૦ પોલીસ કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે ૩૯ ગ્રુપ પોલીસ મોબાઇલ કાર્યરત છે.૧૦ ક્યુઆરટી ની ટીમ પણ કામ કરી રહી છે.
*પોરબંદર જિલ્લામાં મતદાન જાગૃતિના પ્રયાસો*
પોરબંદર જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કે.ડી લાખાણી ના માર્ગદર્શનમાં મતદાર જાગૃતિના કાર્યક્રમો વિવિધ સ્થળોએ લોક જાગૃતિ સાથે યોજવામાં આવ્યા છે. મતદાન જાગૃતિ અને લોકોને વિવિધ માહિતી મળી રહે છે તે માટે પોસ્ટર અને બેનર મૂકવામાં આવ્યા છે. લોકશાહીનો આ પર્વ ઉમંગ ઉત્સાહ વચ્ચે યોજાય અને સૌ મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી છે. પોરબંદર કલેક્ટરે મતદાન જાગૃતિ અભિયાનમાં પોરબંદરના મીડિયા દ્વારા સકારાત્મક રીતે કવરેજ આપી મતદાનનો લોક સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે તે અંગે મીડિયાના મિત્રોને અભિનંદન આપી આભાર ની લાગણી વ્યકત કરી હતી.
*મતદાનના દિવસે આટલું ધ્યાનમાં રાખો*
મતદાન મથક ની અંદર મોબાઈલને મંજૂરી નથી. વોટર ઇન્ફોર્મેશન સ્લીપ માત્ર જાણકારી માટે છે તે મતદાર તરીકેની ઓળખનો પુરાવો નથી માટે વોટર આઇડી કાર્ડ જેને ચૂંટણી કાર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે તે સાથે રાખો અથવા એ સિવાયના બાર પુરાવા માંથી કોઈ એક પુરાવો માન્ય રહેશે.
