શ્રીમતિ જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ગર્લ્સ હાઈસ્કૂલ નુ ધોરણ -10 નુ રેકોર્ડ બ્રેક પરિણામ આવતા છાત્રો વાલીઓ મા છવાઈ ખુશી પોરબંદર :

છેલ્લા વિસ વર્ષ થી પોરબંદર જિલ્લા મા મોખરા નુ સ્થાન ધરાવતી શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતર કરતી અને જિલ્લા મા સૌથી વધારે વિદ્યાર્થીઓ ની સંખ્યા ધરાવતી પોરબંદર ની શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રષ્ટ સંચાલિત શ્રીમતિ જયશ્રી બેન વિરમભાઈ ગોઢાણીયા ગર્લ્સ હાઈસ્કૂલ નુ રાજ્ય બોર્ડ દ્વવારા તાજેતર મા માર્ચ 2024 મા લેવાયેલી ધોરણ 10 ( ગુજરાતી માધ્યમ )નુ પરિણામ જાહેર થતા આ સ્કૂલ ના આચાર્ય શ્વેતા બેન રાવળના માર્ગદર્શન હેઠળ આ સ્કૂલ નુ નુ પરિણામ 88.88 ટકા રેકોર્ડ બ્રેક પરિણામ આવેલ છે જેમાં A-1 મા 4 વિદ્યાર્થીઓ અને 20 વિદ્યાર્થીઓ A-2 મા આવતા તેજસ્વી છાત્રો વાલીઓ શિક્ષકો છ વાઈ ખુશી. સ્કૂલમાં શ્રી કિશોર વિશ્રુતિ એ -1 પી. આર 99.68 પ્રથમ, વારા હૅતવી એ -1 પી. આર. 99.07 દ્વિતીય અને તૃતીય સ્થાને મોઢવાડીયા સાક્ષી એ. 1 પી. આર. 97.63 આવેલ છે ટ્રસ્ટ ના પ્રમુખ જાણીતા દાતા અને વિદ્યાપ્રેમી ડો વિરમભાઈ ગોઢાણીયા ના હસ્તે તેજસ્વી વિદ્યાર્થી ઓને પુષ્પ ગુચ્છ આપી સન્માનિત કરવામાં આવેલ હતાં સ્કૂલ નુ ધોરણ – 10 નુ રેકોર્ડ બ્રેક પરિણામ આવતા ટ્રસ્ટ ના પ્રમુખ ડો વિરમભાઈ ગોઢાણીયા, મેનેજીંગ ટ્રસ્ટી શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ટ્રસ્ટી શ્રી ભરતભાઈ ઓડેદરા શ્રીમતિ શાન્તા બેન ઓડેદરા, શ્રી મતિ જયશ્રી બેન ગોઢાણીયા ભરત ભાઈ વિસાણાએક્ટિવ ટ્રષ્ટિ ડો હિના બેન ઓડેદરા, ગોઢાણીયા બી. એડ કોલેજના ડાયરેકર ડો ઈશ્વરભાઈ ભરડા ગોઢાણીયા મહિલા કોલેજ ના પ્રિન્સિપાલ ડો કેતન ભાઈ શાહ અને ટ્રષ્ટ ના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી એ શાળા ના આચાર્ય સહીત સ્ટાફ પરિવારને અભિનંદન પાઠવવા મા આવેલ છે
