કમોસમી વરસાદથી પોરબંદર જિલ્લાના ખેડૂતોને કાળજી લેવા અંગે ખેતીવાડી વિભાગે અપિલ કરી

પોરબંદર જિલ્લાના ખેડૂતો માટે અચાનક હવામાનમાં પલટો થયેલ હોવાથી વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદની આગાહી સામે ખેડૂતોએ કાળજી લેવા અંગે ખેતીવાડી ખાતાએ અનુરોધ કર્યો છે. વાદળછાયા વાતાવરણને ધ્યાને લઈ હાલમાં ખેતરમાં ઊભા પાકમાં ખેડૂતોએ સાવચેતી અને સલામતીના પગલા લઈ ખેતી પાકોમાં જોખમ ઘટાડવા કાળજી લેવી આવશ્યક હોવાનું જણાવ્યું છે. પાકોમાં પાક-જીવાતનો ઉપદ્રવ જણાય તો તુરંત ભલામણ મુજબ પ્રથમ તબક્કે જૈવિક નિયંત્રણ કરવું અને જીવાતની માત્રા વધુ હોય તો રાસાયણિક નિયંત્રણ પતિ અપનાવી ભલામણ મુજબ જંતુનાશક દવાનો છંટકાવ કરવો, વાતાવરણ બદલવાની શક્યતા હોવાને લઈ ઉભા પાકમા હલ પૂરતુ પિયત ન આપવુ, ખેતરમાં રહેલ ઘાસચારાના ઢગલાને વ્યવસ્થિત રીતે ઢાંકવા, ફળ પાકો/શાકભાજી પાકોને સમયસર ઉતારી બજારમા સુરક્ષિત પહોચાડવા, વરસાદથી ખેતરમા પાણી ભરાયેલ હોય તો તુરંત નિકાલ કરવો અને તૈયાર પાકની કાપણી કરેલ હોય તો કાપણી કરેલ પાકને ગોડાઉન અથવા સુરક્ષિત જગ્યાએ રાખવા કાળજી લેવા જણાવ્યું છે. ખેત સામગ્રી જેવી કે ખાતર, બિયારણ, દવા ભીંજાય નહી કે ભેજ ના લાગે તે મુજબ સુરક્ષીત ગોડાઉનમા રાખવા સહિતની તકેદારી રાખવા અપિલ કરી છે. આ અંગે વધુ જાણકારી ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી/ ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક(તાલીમ) અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર-૧૮૦૦૧૮૦૧૫૫૧નો સંપર્ક કરવા જણાવ્યું છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!