દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેદાનમા આવેલી સિમેન્ટ પીચ તોડવાની કામગીરી ના શક્ય બને એ માટે ‘ સ્ટે ઓર્ડર ‘ ની માંગણી
પોરબંદર જીલ્લા ક્રિકેટ એસોસિયેશન ની યાદી જણાવે છે કે, આજ રોજ પોરબંદર અને છાયા નગરપાલિકા પ્રમુખ ચેતના બેન તિવારી ને રૂબરૂ મળી ને પોરબંદર જિલ્લા ના યુવા ક્રિકેટરો દ્રારા રાજુવાત કરવામા આવેલ છે કે છેલ્લા ઘણા સમય થી પોરબંદર જિલ્લા ના યુવા ખેલાડી ઓ ને પોરબંદર ના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ ‘ ધી દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ‘ ખાતે પ્રેક્ટિસ કે ગ્રાઉન્ડ ની અંદર ફિલ્ડિંગ પ્રેક્ટિસ કે કસરત પણ કરવાની મનાઈ ફરમાવાઈ હતી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન ના પોરબંદર ખાતે ના પ્રતિનિધિ દ્રારા અને આ બાબતને પોરબંદર જીલ્લા ક્રિકેટ એસોસિયેશન અને યુવા ખેલાડી ઓ ના વાલી દ્વાર આજ રોજ નગરપાલિકા ના પ્રમુખને રજુવાત કરી અને જીલ્લા કલેકટર ને પણ આવતી કાલે રજૂવાત કરવા મા આવશે. આ બાબતે પ્રમુખ દ્વારા નગરપાલિકા ની ટેકનિકલ સમિતી ના એન્જિનિયર ને તપાસ કરી ને રિપોર્ટ આપવા માટે સૂચના આપવા મા આવી છે. દુલીપ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે મેદાન મા આવેલી સિમેન્ટ પીચ જે યુવા ખેલાડી ઓ દ્વાર રોજ ઉપયોગ કરવામાં આવે છે તેને તોડી પાડવા ના નિણર્ય ને ખેલાડીઓ દ્વારા જ આ રીતે રજુવાત કરી ને આ તોડવા ની કામગીરી ના શક્ય બને એ માટે ‘ સ્ટે ઓર્ડર ‘ ની માંગણી પણ જિલ્લા કલેકટર પાસે આવતી કાલ ના રજુવાત્ત થસે. આ સિમેન્ટ પીચ પર રોજ ૧૧૦ જેટલાં યુવા ખેલાડી ઓ સવારે એને સાંજે પ્રેક્ટિસ મેળવે છે, અને કોઈ પણ કારણસર આ ખોટો નિણર્ય લેવાયો છે જે રાજકોટ ખાતે ના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન ના અધિકારી ઓ ને પણ ખબર નથી એવું જાણવા મળ્યું છે. નગરપાલિકા પ્રમુખ શ્રી એ આ બાબતને ગંભીરતાપૂર્વક વિચાર કરી ને અને ધ્યાન આપીને સાંભળી ને એન્જિનિયર શાખા ને આ બાબતે રિપોર્ટ કરવા ના હુકમ કર્યો છે.