પોરબંદર માં વારંવાર થતા વીજ ફોલ્ટ અંગે શહેર ભાજપ પ્રમુખ પંકજ મજીઠિયા એ કરી ફરિયાદ
*પી.જી.વી.સી.એલ વડી કચેરી, રાજકોટના એમ.ડી. ને શહેર ભાજપ પ્રમુખ પંકજ મજીઠિયા એ કરી ફરિયાદ*
ઉર્જામંત્રી, સાંસદ કમ કેન્દ્રિયમંત્રી, ધારાસભ્ય સહિત અધિકારીઓ ને પણ કરી જાણ
પોરબંદર માં વારંવાર થતા વીજ ફોલ્ટ અંગે તાત્કાલિક પગલા ભરવા રજુઆત કરવામાં આવી છે.
પી.જી.વી.સી.એલ વડી કચેરી, રાજકોટના એમ.ડી. ને શહેર ભાજપ પ્રમુખ પંકજ મજીઠિયા એ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, છેલ્લા એક મહીનાની અંદર પોરબંદર શહેર માં વારંવાર વીજ વિક્ષેપ ફોલ્ટ ખુબ જ મોટી સંખ્યામાં બની રહેલ છે એવા સંજોગોમાં લગત જેતે ફીડર ડીવીઝન કચેરીના ફોન નંબર સતત વ્યસ્ત અથવા નો રીપ્લાય થાય છે અને સંજોગોવસાત આકસ્મિક રીતે ફોન લાગી જાય અને ફરિયાદ લખાવવામાં આવે તો આવી ફરિયાદ નો નિકાલ કરવામાં તંત્ર દ્વારા ત્રણ કલાક થી લઈને દસ કલાક સુધીના લાંબો સમય ગાળો લેવામાં આવી રહેલ છે, હાલની આ ભયાનક ગરમીમાં લોકો તરફળી રહ્યા હોય ત્યારે પી.જી.વી.સી.એલ ના કર્મચારીઓ ભયંકર બેદરકારી દાખવીને લાપરવાહી પૂર્વક કામ કરી રહેલ છે. તેમાં પણ ઉધોગનગર ડીવીઝન નુ કામ એકદમ ખરાબ છે.
છેલ્લા અઠવાડિયાથી પોરબંદરમાં વિવિધ વિસ્તારોમાં તા.૧૫ જુન ના રાત્રે ૧૧ વાગ્યા થી માણેકચોક,જુરીબાગ તેમજ પંચાયત ચોકી વિસ્તાર છાંયા પોસ્ટ ઓફીસ વિસ્તારો માં લાઈટ ગયેલ અને આમાંથી અમુક વિસ્તારોમાં સવારે ૮ વાગ્યા પછી લાઈટ આવેલ આજ રીતે ઉધોગનગર પી.જી.વી.સી.એલ એરિયા ખુબજ મોટા પ્રમાણમાં વીજ ફોલ્ટ બની રહેલ છે અને આવા વીજ ફોલ્ટ સતત મોટી માત્રામાં બની રહેલ હોવા છતાં પી.જી.વી.સી.એલ દ્વારા પ્રજાને રાહત થાય તેવા કોઈ પણ પગલાં લેવામાં આવી રહ્યા નથી.
: ગઈ કાલે તા.૧૬જુન ૨૦૨૪ ના રાજીવનગર વિસ્તાર, ખાપટ, અને રોકડિયા હનુમાન વિસ્તારમાં ૨૪ કલાક દરમિયાન સતત ૬ વખત લાઈટ જતી રહેલ છે અને રાત્રે લાઈટ ગયા પછી બે થી અઢી કલાકે લાઈટ ગયા પછી વીજ પુરવઠો યથાવત થયેલ છે અને રાજીવનગર વિસ્તાર આવેલ શિવમ એપાર્ટમેન્ટ પાસે નો વિસ્તાર જેમાં રાત્રીના ૧૧.૧૫ થી લાઈટ ગયેલ તે લાઈટ સવારે ૮.00 વાગે આવેલ આમ આ વિસ્તાર ના લોકો આખી રાત હેરાન પરેશાન થયેલ છે અને ખુબજ મોટી માત્રામાં ફરિયાદો અમારા સુધી આવેલ છે.
ઉપરોક્ત બાબતે જરૂરી કાર્યવાહી કરી પ્રજાના પ્રશ્નનો ઉકેલ લાવવા માંગ કરી છે આ બાબત ની જાણ ઉર્જામંત્રી, સાંસદ કમ કેન્દ્રિયમંત્રી, ધારાસભ્ય સહિત અધિકારીઓ ને પણ પંકજ મજીઠિયા એ કરી છે.