ગુજરાત નાણા ધિરધાર અધિ-૨૦૧૧ તથા મહિલા જાગૃતિ અંગે પોરબંદર જીલ્લા પોલીસ અધીક્ષકની અધ્યક્ષતામાં લોકદરબાર યોજાયો
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબની સૂચના મુજબ તથા પોરબંદર શહેરના એ.એસ.પી. સાહિત્યા વી. સાહેબ તથા કમલાબાગ પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.સી.કાનમીયા સાહેબના માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં તા.૨૬/૦૬/૨૦૨૪ના રોજ લોકદરબારનું આયોજન કરેલ.
આ કાર્યક્રમ માં પોરબંદર પ્રાંતના એસ.ડી.એમ. એસ.એ.જાદવ તથા નગર પાલીકાના પ્રમુખ ચેતનાબેન તિવારી તથા સરકારી વકીલ એસ.બી. જેઠવા તથા એસ.બી.પરમાર તથા એમ.બી.જાડેજા તથા પોરબંદર શહેરના તમામ સમાજના આગેવાનો તથા પોરબંદર શહેરિજનો ઉપસ્થિત રહ્યા હતા
આ અન્વયે પોરબંદર શહેર પોલીસ મદદનીશ અધિ. સા. પ્રારા અમલીકરણમાં આવનાર નવા કાયદા અંગે પી.પી.ટી. દ્વારા હાજર રહેલ સર્વેને યોગ્ય માર્ગદર્શન આપેલ તથા નવા કાયદા અંગે અવગત કરેલ
સરકારી વકીલ એસ.બી.પરમાર દ્વારા અમલીકરણમાં આવનાર નવા કાયદા તથા ગુજરાત નાણા ધિરધાર અધિ-૨૦૧૧ અંગે હાજર રહેલ સર્વેને યોગ્ય માર્ગદર્શન આપેલ તથા અવગત કરેલ
મહિલા પોલીસ સ્ટેશન પી.આઇ. આર એમ રાઠોડ તથા કમલાબાગ પોલીસ સ્ટેશન સી- ટીમ દ્વારા મહિલા જાગૃતિ અંગે માર્ગદર્શન આપેલ
પોરબંદર જીલ્લા પોલીસ અધીક્ષક દ્વારા પ્રસંગો ઉચિત અમલીકરણમાં આવનાર નવા કાયદા તથા ગુજરાત નાણા ધિરધાર અધિ ૨૦૧૧ તથા મહિલા જાગૃતિ અંગે સૅજર રહેલ રાવને વિશેષ માર્ગદર્શન આપેલ તથા અવગત કરેલ
વિશેષ લોકોની સમસ્યાના નિવારણ માટે તથા માહિતી માટે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ત્રણ સ્ટોલ રાખવામાં આવેલ જેમાં નં.(૧)આમલીકરણમાં આવનાર નવા કાયદા તથા નં (1) ગુજરાત નાણા ધિરધાર અધિ-૨૦૧૧ તથા નં.(૩) મહિલા જાગૃતિ અંગે.