પોરબંદરની મહાત્મા ગાંધી અંગ્રેજી માધ્યમ શાળાના લાંબા સમયથી પડતર પ્રશ્નનો સુખદ અંત
પોરબંદર શહેર અને જિલ્લાની જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત એક માત્ર અંગ્રેજી માધ્યમની શાળા શ્રી મહાત્મા ગાંધી અંગ્રેજી માધ્યમ શાળામાં શિક્ષક ઘટ નો પ્રશ્ન લાંબા સમયથી ચાલતો હતો.આ બાબતે ખૂબ રજૂઆતો અને વિરોધ થયો,જ્યાં સુધી શાળામાં અન્ય શિક્ષકોની ભરતી ના થાય ત્યાં સુધી જિલ્લા શિક્ષણ સમિતિની અન્ય શાળાના શિક્ષકોને આ શાળામાં ફરજ પર મૂકવામાં આવ્યા.આવું કરતા અન્ય ગ્રામ્ય વિસ્તારની શાળાઓના શિક્ષણ પર નકારાત્મક અસર પડતી હતી.આવી સ્થિતમાં જિલ્લા પ્રા.શિક્ષક સંઘ પોરબંદર દ્વારા પોરબંદરના ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરપર્સન રિદ્ધિબેન અરશીભાઈ ખુંટીને રજૂઆત કરવામાં આવેલ,જે મુલાકાત દરમ્યાન તમામ હોદ્દેદારો દ્વારા આ બાબતે ઝડપી નિરાકારની ખાતરી આપેલ.તા.૨૭/૦૬/૨૪ ના રોજ સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા આ શાળામાં છ માસ માટે ૨૭ પ્રવાસી શિક્ષકોની ભરતી કરવા માટે અંદાજીત ૩૪ લાખની રકમ ફાળવવામાં આવેલ છે.આ પ્રશ્નના ઝડપી નિરાકરણ માટે જિલ્લા પ્રા.શિક્ષક સંઘ પોરબંદર દ્વારા પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરપર્સન શ્રીમતી રિદ્ધિબેન અરશીભાઈ ખુંટીને તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.