લાયન્સ કલબ પોરબંદર દ્વારા “અભિવાદન અર્ધ્ય” પ્રેસિડનશ્યલ એવોર્ડ સેરેમની યોજાઈ

લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા.02-07-2024 મંગળવારના રોજ લોર્ડ્ઝ હોટેલમાં “અભિવાદન અર્ધ્ય” પ્રેસિડનશ્યલ એવોર્ડ સેરેમની કાર્યક્રમ રાખવામાં આવેલ.
લાયન વર્ષ 2023-2024 પૂર્ણ થવાથી લાયન્સ કલબ પોરબંદર ના પ્રેસિડેન્ટ લાયન નિધિ શાહ મોઢવાડીયા દ્વારા લોર્ડ્ઝ હોટેલમાં “અભિવાદન અર્ધ્ય” પ્રેસિડનશ્યલ એવોર્ડ સેરેમની કાર્યક્રમ રાખવામાં આવેલ.

મંગલદીપ પ્રાગટ્ય બાદ હાજર રહેલ તમામ મહાનુભાવોનું પુષ્પ ગુચ્છ આપી સ્વાગત કરવામાં આવેલ.

ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન હિરલબા જાડેજા,પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન વિનોદભાઈ દત્તાણી , અમદાવાદથી ખાસ અહી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન સુરેશભાઈ કોઠારી,સિનિયર મોસ્ટ લાયન ડો.સુરેશ ગાંધી સાહેબ,પોરબંદર નગરપાલિકા પૂર્વ પ્રમુખ લાયન સુનિલભાઈ ગોહેલ તથા પોરબંદર વિવિધ સમાચાર પત્રો ના 30 પત્રકારની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
લાયન્સ કલબ પોરબંદરના પ્રેસિડેન્ટ નિધિ શાહ મોઢવાડીયાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું,કે સમગ્ર વર્ષ દરમ્યાન તમામ આત્મીય લાયન મિત્રોના સહકારથી લાયનવાદ છેવાડાના માનવી સુધી પહોંચવા માં મદદરૂપ બન્યા છો, આવો સહકાર નવ નિયુક્ત પ્રેસિડેન્ટ તથા ટીમને સહકાર આપશો એવી અપીલ કરી હતી,સ્ત્રી જ્યારે સામાજીક સંસ્થાઓ માં જવાબદારી સંભાળે ત્યારે પોતે કેટલી અન્ય જવાબદારી માંથી સમય કાઢી જવાબદારી નિભાવતી હોય તે સમજણ આપી હતી.
વધુ જણાવતા કહ્યું કે આપણે સૌ સેવાના માધ્યમથી જોડાયેલ છીએ,ત્યારે પત્રકાર મિત્રોએ સેવા ને લોકોના હ્રદય સુધી પહોંચાડી છે,તો આ પ્રસંગે તેમને પણ સન્માનિત કરવા જોઈએ,
ડિસ્ટ્રિક્ટ ગવર્નર MJF લાયન હિરલબા જાડેજા એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે લાયન હોવું એ કેટલું જરૂરી છે,તેમના દ્વારા કેટલી સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે તેમજ ટીમ વર્ક થી વધુ સારું કામ થઈ શકે,તેમજ દિશા ચિન્હ કામ કરવું જરૂરી છે,તેમજ પોતાના ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકેના સમયગાળામાં મળેલ તમામ લાઈન મિત્રોનો આભાર વ્યક્ત કરવામાં આવેલ.
પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન વિનોદભાઈ દત્તાણીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પોતે પોરબંદરમાં લાયન્સ કલબ ની આજથી 64 વર્ષ પહેલાં સ્થાપના કરી ઓછી સભ્ય સંખ્યામાં કામ કાર્ય અને જ્યારે ડિસ્ટ્રિક્ટ ગવર્નર હતા ત્યારે હાલના ડિજિટલ યુગ જેવી સુવિધા નહોતી,સેવાકીય પ્રવૃતિઓ પણ કાગળ ઉપર લખી ફાઈલ કરવી પડતી, હાલના આવા ઝાકમઝોળ શો નહોતા એવા સમયમાં કામ કર્યું, સમય સાથે બદલાવ એ સાંપ્રત સમયની જરૂરિયાત છે, આ સંસ્થાનો સેવાકીય ઉદ્દેશ હર હંમેશ વધતો રહે તેવી સફળતા મળતી રહે તેવા આશીર્વચન પાઠવ્યા હતા.
પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન સુરેશભાઈ કોઠારી એ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતુ કે લાયન્સ કલબ પોરબંદરની સેવાકીય પ્રવૃતિઓ થી પોતે ખૂબ પ્રભાવિત છે સાથે સાથે શુભાશિષ પાઠવ્યા હતા.
લાયન્સ કલબ પોરબંદર ના પ્રેસિડેન્ટ નિધિ શાહ મોઢવાડીયા તરફથી આઇપીડીજી MJF લાયન હિરલબા જાડેજા,પીડીજી લાયન વિનોદભાઈ દત્તાણી,પીડીજી લાયન સુરેશભાઈ કોઠારી,સિનિયર મોસ્ટ લાયન ડો.સુરેશ ગાંધી સાહેબ,લાયન પંકજ ચંદારાણા,લાયન અજય દત્તાણી,લાયન હરદત્તપુરી ગોસ્વામી,લાયન તુષાર પારેખ,લાયન વ્રજલાલ સામાણી, લાયન કરસન સલેટ તથા વર્ષા ગજ્જર તમામને મોમેંટો, નેઇમ પ્લેટ પેન અને કમિટી ચેરમેન ને પણ પ્રમુખ નિધિ શાહ મોઢવાડિયા તરફથી આપવામાં આવેલ છે તથા લાયન્સ કલબ પોરબંદર તરફથી બેગ ભેટ આપવામાં આવેલ.પોરબંદર ના ત્રીસ પત્રકાર મિત્રોને નેઇમ પ્લેટ પેન ,બાકીના તમામ લાયન મિત્રોને લાયન્સ કલબ પોરબંદર તરફથી બેગ ભેટ આપવામાં આવેલ.
પત્રકાર લાયન્સ કલબ પોરબંદર ની સેવાકીય પ્રવૃતિઓ વિશે પોતાનું મંતવ્ય આપતા જણાવ્યું હતું કે જરૂરિયાત મંદ લોકોને આપ અન્ન,વસ્ત્ર થી માંડી જીવન જરૂરિયાત ની પ્રાથમિક વસ્તુઓ પૂરી પાડો છે,ખાસ રાશન કીટ તેમજ અન્ય શૈક્ષણિક ક્ષેત્રે મદદ કરી છે જે લોકોને કાયમી ઉપયોગી સાબિત થઇ છે,
પૂજા રાજા એ પોતાનો મનોભાવ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એક મહિલા પ્રેસિડેન્ટ હોય ત્યારે તેની અલગ જ જવાબદારી હોય, પુરુષ પ્રધાન દેશમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. “ઝમકુડી રે ઝમકુડી” નું ગીત ગવડાવી વાતાવરણને હળવું ફૂલ બનાવેલ. પાસ્ટ ગવર્નર વિનોદભાઈ દત્તાની તેમ જ પાસ્ટ ગવર્નર હિરાલબ જાડેજા એ પ્રમુખ નિધિ શાહ મોઢવાડિયા ને આશીર્વચન અને ભેટ આપીને નવાજ્યા હતા અને આગળ રીજિયન ચેરમેન તરીકે પણ સરસ જવાબદારી નિભાવે એઆશીર્વાદ પણ આપ્યા હતા….

સમગ્ર કાર્યક્રમનું સંચાલન લાયન કેતન ભાઈ હીન્ડોચાએ કરેલ હતું.રાષ્ટ્રગીત ગાઈ ને કાર્યક્રમ પ્રૂર્ણ કરેલ હતો…
કાર્યક્રમના અંતે સૌએ સ્વાદિષ્ટ ભોજન સહ પરિવાર માણી સૌ એ વિદાઈ લીધી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!