પોરબંદરના ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક  રેખાબા સરવૈયાના ત્રણ પુસ્તકોનું વિમોચન

પોરબંદર તા.૨૪, માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ-વિદેશમાં પોતાની સુગંધ ફેલાવનાર જૂઈ મેળો આ વખતે વિશ્વભારતી સંસ્થાન,અમદાવાદના સહયોગમાં ગુજરાત સાહિત્ય અકાદમીના નવનિર્મિત ભવનમાં ૧૯ જુલાઈ ૨૦૨૪ના દિવસે યોજાયો હતો.

મુંબઈ – ગુજરાતનાં કુલ ૩૬ કવયિત્રીઓ આ જૂઈ મેળામાં હાજર રહ્યા હતા. આ અવસરે રેખાબા સરવૈયાના ત્રણ પુસ્તકો આંખમા આકાશ,રેત પર અક્ષર તેમજ પ્રેમ અને પીડાના વિમોચન પણ ખૂબ શાનદાર રીતે થયાં હતા. આટલી બધી કવયિત્રીઓની કવિતાઓ એક સાથે સાંભળવાનો એમને મળવાનો અનહદ આનંદ થયો તેમ રેખાબા એ જણાવ્યુ હતું.

અકાદમીના અધ્યક્ષ શ્રીભાગ્યેશ જહા,મહામાત્ર ડૉ.જયેન્દ્રસિંહ જાદવ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.ઉપરાંત રેખાબા સરવૈયાએ પુસ્તકોના વિમોચનનો ટૂંકો પ્રતિભાવ પણ આપ્યો હતો.

નારી સર્જકોની અનેરી પ્રેરણા-શક્તિ સમાન ડૉ.ઉષાબહેન ઉપાધ્યાયએ આ ભગીરથ કાર્ય માટે જહેમત ઉઠાવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!