લાલબત્તીવાળા મામા દેવ મંદિરના 22 માં વર્ષના મંગલ પ્રવેશે અનેકવિધ ધાર્મિક સામાજિક સેવાકીય આયોજનો
લાલબત્તી વાળા મામા દેવ મંદિરના 22 માં વર્ષના મંગલ પ્રવેશે અનેકવિધ ધાર્મિક સામાજિક સેવાકીય આયોજનો
*વિના મૂલ્યે યોજાયેલા સર્વ રોગ નિદાન કેમ્પનો 700જેટલા દર્દીઓએ લાભ લીધો:રક્તદાન કેમ્પમાં પણ ૩૪ બોટલ લોહી થયું એકત્ર:ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે લાલબતી વાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃતિનો 22 વર્ષમાં થયો મંગલ પ્રવેશ:સત્યનારાયણ ભગવાનની કથા, આરતી અને મહા પ્રસાદી સહિતના યોજાતા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉમટ્યા*
પોરબંદરમાં અનેકવિધ પ્રકારની સામાજિક સેવાકીઓ અને ધાર્મિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા લાલબત્તી વાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટનો ગુરુપૂર્ણિમાના પાવન દિવસે 22માં વર્ષમાં પ્રવેશ થતાં રક્તદાન કે સર્વરોગ નિદાન કેમ્પ સહિત અનેક સામાજિક સેવાકિય અને ધાર્મિક આયોજનો હાથ ધરવામાં આવતા વિશાળ સંખ્યામાં લોકોએ તેનો લાભ લીધો હતો.
પોરબંદરના વોરાવાડ વિસ્તારમાં આવેલા આસ્થાના પ્રતિક સમાન લાલબતીવાળા મામાદેવ મંદિરના સેવાકાર્યને 21વર્ષ પૂર્ણ થયા છે અને 22 માં વર્ષમાં મંગલ પ્રવેશ પ્રસંગે લાલબત્તી વાળા મામાદેવ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યુ હતું
વિના મૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ અને રક્તદાન કેમ્પ યોજાયા સ્વસ્તિક હોલ સ્ટેટ લાઇબ્રેરી પાસે બંદર રોડ પોરબંદર ખાતે વિના મૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનુ આયોજન કરવામા આવ્યુ .સાથે મહા રકતદાન કેમ્પનુ પણ આયોજન કરવામા આવ્યુ હતું દંત યજ્ઞમા ઇન્જેક્શન વગર અને દુઃખાવા વગર જાલંધર બંધ પધ્ધતીથી દાંત કાઢી આપવામા આવ્યા તેમજ આ કેમ્પમા પોરબંદર અને રાજકોટના નામાંકિત ડોક્ટર સેવા આપી હતી જેનો દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આ કેમ્પમાં તાવના દર્દી હાડકાના દર્દી આંખના દર્દી ફેફસાને લગતા આંતરડાના લગતા પેટના દુખાવો બાળકોના રોગ ડાયાબિટીસ બીપી ચામડીના રોગો દાંતના રોગો નિદાન કરી અને દવા પણ વિના મૂલ્ય આપવામાં આવી હતી મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.
225 આંખના 200 હાડકાના 49 ચામડીના 50 દાંતના 12 બાળકોના
42 જનરલ 130 ડાયાબિટીસ બીપી ચેકઅપ સાથે મહા રક્તદાન ૩૪ બોટલ એકત્રિત થતા ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં અર્પણ
આ કેમ્પમાં 1વર્ષથી લઈ 80 વર્ષના સુધીની ઉંમરના દર્દીઓએ લાભ લીધો
*ડોક્ટરોએ આપી અમૂલ્ય સેવા*
આ મેડિકલ કેમ્પમાં ડોક્ટરોએ પોતાની અમૂલ્ય સેવા આપી હતી જેમાં
ડો જયસુખ મકવાણા
ડો વિજય ઓડેદરા
ડો કરણ કેશવાલા
ડો યાજ્ઞિક વાજા જનરલ
ડો યશસ્વીની બદિયાણી
ડો જય બદિયાણી
ડો હેતલબેન પંડ્યા
ડો રાહુલ કોટિયા
ડો હિતેશ રંગવાણી
ડો આશાબેન કારાવદરા
ડો હર્ષિત ખંભાતી
આ કેમ્પમાં પોરબંદર અને રાજકોટના નામાંકિત ડોક્ટરો પોતાની સેવા આપી હતી આ કેમ્પ ડાયાબીટીશ અને બ્લડ પ્રસેરની તપાસ ચેકઅપ પણ કરી અપાયા હતા કેમ્પમાં દર્દીઓને દવા પણ વિના મુલ્યે આપવામા આવી હતી કેમ્પમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને એકત્ર થયેલું લોહી સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને સગર્ભા માતાઓને અર્પણ કરવામાં આવ્યું હતું
રક્ત દાતાઓને લાલબત્તી વાળા મામા દેવ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ગીફટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી અને રક્તદાતાઓનો લાલબત્તી વાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ હતી આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો
ભાવસિંહજી હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પના આયોજન બદલ લાલબત્તી વાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટનો ખુબ ખુબ આભાર માન્યો હતો
*ગુરુપૂર્ણિમા મહોત્સવ* વોરાવાડ ખાતે આવેલા લાલબતી વાળા મામાદેવ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ હતું લાલબત્તી વાળા મામાદેવના મંદિરે સાંજે સત્યનારાયણ ભગવાનની કથા અને મહા આરતી તેમજ રાત્રીના મહા
પ્રસાદનુ આયોજન સ્વસ્તિક સ્ટેટ લાઈબ્રેરી પાસે કરવામાં આવતા તેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા.
પોરબંદર સમગ્ર આયોજનને સફળ બનાવા માટે લાલબતીવાળા મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટના સભ્યો અને સેવકોએ જેહમત ઉઠાવી હતી