દિવાસા ગામે આવેલા પ્રાચીન દાડમ દેવ મંદિરે ઉજવણી ઉત્સવ નુ આયોજન સંપન્ન

માદક દ્રવ્યો નુ સેવન ટાળી શ્રી મદ ભગવત ગીતાનું સેવન કરવા શ્રેષ્ઠિઓ ની શીખ ભગવાન શ્રી ક્ર્ષ્ણએ મંદિર પરિસર માં આવેલા શિવ લીંગો ની કરી હતી પૂજા દિવાસા ગામે આવેલા પ્રાચીન દાડમ દેવ મંદિરે ઉજવણી ઉત્સવ નુ આયોજન સપન્ન :

યુવાનો એ શ્રમ સફાઈ કરી પાન, ફાકી, માવા જેવા માદક દ્રવ્યો નુસેવન નકરવા સંકલ્પ લીધા પોરબંદર :પ્ર તિવર્ષનીજેમ ખારા ઝાંપા શીલ શ્રી દાડમ દેવ સેવા સમિતિ દ્વવારા તાજેતરમાં દિવાસા ના દાડમ દેવ મંદિર ખાતે ભરડા પરિવાર દ્વવારા ઉજવણી ઉત્સવ નુ ભવ્ય આયોજન કરવા માં આવેલ હતું શીલ ગામના ખારા ઝાંપા દાડમદેવ મંદિર સેવા સમિતિ ના પ્રમુખ શ્રી જયેશ ભાઈ ભરડા ના માર્ગદર્શન હેઠળ અને ભુવા આતા શ્રી વેજા ભાઈ જીણા ભાઈ ભરડા અને પોરબંદર ના સમાજ રત્ન ડો ઈશ્વરભાઈ ભરડા ની નિશ્રા માં યોજાયેલા આ ઊજેણી ઉત્સવ માં સમાજ શ્રેષ્ઠિ સર્વ શ્રી નારણભાઇ, કરસન, શ્રી ચના ભાઈ સામત, શ્રી ડાયા ભાઈ ઉકા, દેવા ભાઈ પાંચા, નાનું ભાઈ ઉકા, શ્રી જીતુ ભાઈ જીણા શ્રી વિરમભાઈ બાબુ, શ્રી હમીર ભાઈ બામણીયા શ્રી ભીમા ભાઈ પોલા, અરજન ભાઈ માલમ ગોવિંદ ભાઈ રામા ડાયા ભાઈસીદી કારા ભાઈ ભીમા જયેશ ભાઈ પોંલા, કલ્પેશ ભાઈ મોહન હરેશ ભાઈ કરસનહિરેનભાઈ ભરડા સહીત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ઋષિકુમાર શ્રી વિનયભાઈ પુરોહિત ના વૈદિક મંત્રોચ્ચર દ્વવારા યગ્નોત્સવ સમૂહ મહાપ્રસાદ શ્રમ સફાઈ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે શ્રી દાડમ દેવ મંદિરે ધ્વજરોહણ થયા બાદ ધર્મ સભા માં દિવાસા શ્રી દાડમ દેવ મંદિરના પૂજારીઓ શ્રી દિલીપ ભાઈ ગોસ્વામી અને રાહુલ ભાઈ ગોસ્વામી એ આ મંદિર નો સ્કન્દ પુરાણ ના પ્રભાસ ક્ષેત્રમા ઉલ્લેખ થયાં પ્રમાણે મંદિરનો પુરાત્તવીય, પૌરાણિક અને ઐ તિહાસિક પરિચયમાં મંદિર પરિસર માં ત્રણ શિવ લિંગ આવેલા છે જની પૂજા શ્રીકૃષણ એ કરી હતી આ દાડમ દેવ મંદિર માં ભરડા પરિવાર ખોજા, સહીત વિવિધ જ્ઞાતિ માં આસ્થાના પ્રતીક તરીકે પૂજાય છે આ ઉત્સવ અવસરે પોરબંદર ખાતે થી વિશેષ ઉપસ્થિત રહેલા ડો ઈશ્વરભાઈ ભરડા એ જણા વ્યુ હતું કે શ્રી મદ ભગવદગીતા એ અમૃત ગ્રન્થ છે જેમ આપણને ગાયનું દૂધ પીએ છીએ તેમ ગીતા નુ અમૃત પીવાનું છે જયારે આજે યુવાનો ગુટકા, બીડી,
સિગારેટ દારૂ જેવા માદક દ્રવ્યો નુ સેવન કરીયે છીએ ત્યારે માદક દ્રવ્ય નુ સેવન કરવાને બદલે શ્રી મદ ભગવદ ગીતા સેવન કરવા ની શીખ આપી હતી આ તકે યુવાનોએ દિવાસા ના દાડમ દેવ મંદિર ના પરિસર માં સફાઈ અભિયાન હાથ ધરી ને યુવાનો એ પાન, ફાકી, માવા, ગુટકા જેવા માદક દ્રવ્ય નુ સેવન ન કરવા મંદિરમાં સંકલ્પ જાહેર કર્યોં હતો શીલ ગામથી ત્રણ કિલો મીટર ના અંતરે આવેલ આ મંદિર સુધી બહેનો અને માતાઓ જમીન પર જુવાર ધાન્ય ના સૂકા સાંઠા હાથમા રાખીત્રણ કિલો મીટર સુતા સૂતા ( પ્રાદેશિક ભાષા માં ભો ભરવુ ) આ મંદિર ખાતે આવે છે ઉલ્લેખનીય છે કે, સ્કન્દ પુરાણ માં પ્રભાસ ક્ષેત્ર પર્વ ના ઉલ્લેખ પ્રમાણે દેવ ભૂમિ દ્વવારિકા થી ભગવા ન શ્રી કૃષ્ણ નુ સોમનાથ પ્રભાસ ક્ષેત્ર માં આગમન થયું ત્યારે માધવપુર, ઐતિહાસિક નગરી તરીકે ઓળખાતા આ પ્રાચીન શ્રી દાડમ દેવ મંદિર પરિસર માં આવેલ ત્રણ શિવલિંગ ની પૂજા કરી હતી બાદ દિવાસા થઇ પ્રભાસ ક્ષેત્રે ભાલકા ( વેરાવળ ) થઈને ને પ્રભાસ પાટણ ખાતે ના ત્રિવેણી સંગમ ( હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓ )ખાતે થી નિજ ધામ પ્રયાણ કરેલ હતું પ્રાચીન ઐતિ હાસિક નગર તરીકે ઓળખાતા દિવાસા ગામે શ્રી દાડમ દેવ મંદિર અને ત્રણ શિવલિંગ નો સંશોધનાત્મ અભ્યાસ કરવા ગુજરાતની વિવિધ યુનિવર્સિટી ના ઇતિ હાસ ના વિદ્યાર્થીઓ અવાર નવાર મુલાકાત લે છે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!