અક્ષર વિદ્યામંદિર તથા સ્માઈલ પ્રી સ્કૂલમાં જન્માષ્ટમીની પૂર્વ ઉજવણી કરવામાં આવી
પોરબંદર છાંયા વિસ્તાર ની અગ્રણી શાળાઓ અક્ષર વિદ્યામંદિર તથા સ્માઈલ પ્રી સ્કૂલમાં વિદ્યાર્થીઓ જગદ્ગુરુ ભગવાન શ્રી કૃષ્ણના જીવન થી વાકેફ થાય સાથે ધર્મ જ્ઞાન અને તેહવાર ની જાણકારી મેળવે તે હેતુથી જન્માષ્ટમી ની પૂર્વ ઉજવણી કરવામાં આવી હતી જેમાં કૃષ્ણ જન્મ, હિંડોળા ઉત્સવ, મટકી ફોડ, રાસ લીલા, નૃત્ય સહિત ના કાર્યક્રમો યોજાયા હતા જેમાં સૌ વિદ્યાર્થીઓ બાળકોએ હોંશે હોંશે ભાગ લીધો હતો
સમગ્ર શાળા સંકુલનું વાતાવરણ કૃષ્ણમય બની ગયું હતું
નાના ભૂલકાઓ કૃષ્ણ રાધા બનીને ખૂબ જ સુંદર દેખાતા હતા. મોટા વિદ્યાર્થીઓ પિરામિડ આકારમાં જોડાઈને મટકી ફોડી હતી
શાળા ના મેનેજિંગ ટ્રસ્ટી મોહનભાઈ મોઢવાડીયાના માર્ગદર્શન હેઠળ બંને શાળાના આચાર્ય શિક્ષક સ્ટાફ દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું
Please follow and like us: