પોરબંદરના કુતિયાણાખાતે ગમખ્વાર અકસ્માત કાર ડીવાઈડર સાથે અથડાતા 2 બાળકો ના મોત : 5 ઘાયલ

હાઇવે રોડ ઉપર અકસ્માતના અનેક બનાવ બની રહ્યા છે ત્યારે આજે પોરબંદરના કુતિયાણા ખાતે એક કાર ડિવાઇડર સાથે અથડાતા ગંભીર અકસ્માત થયો હતો જેમાં બેઠેલ જૂનાગઢ ના પરિવારના સાત સભ્યો માંથી બે બાળકોના મોત નીપજ્યા હતા અને અન્ય પાંચ લોકોને તાત્કાલિક પોરબંદરની ભાવ સીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જેમાંથી બે મહિલાઓને ગંભીર ઈજા પહોંચતા એક મહિલાને રાજકોટ ખાતે અને અન્ય એક મહિલાને અમદાવાદ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

પોરબંદર રાજકોટ હાઇવે પર કુતિયાણા નજીક આવેલ માલ ગામ પાસે હાઇવે પર આજે એક ગંભીર અકસ્માત નો બનાવ બન્યો છે સાંજના સમયે જુનાગઢ થી પોરબંદર કારમાં મેળો કરવા અર્થે પરિવાર આવી રહ્યો હતો તે સમયે કોઈ કારણોસર તેમની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં બે બાળકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય પાંચ ઇજાગ્રસ્તોને તાત્કાલિક પોરબંદરની ભાવસીહજી હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હતા જ્યાં ઇજાગ્રસ્ત લોકોના નજીકના સગાઓ તાત્કાલિક પહોંચી ગયા હતા આ ઉપરાંત ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને રામદેવભાઈ મોઢવાડીયા ની ટિમ  પણ તાત્કાલિક હોસ્પિટલે પહોંચી ગયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર જૂનાગઢમાં મધુરમ પાસે રહેતા એક પરિવાર માંથી બાપોદરા શિવમ સુનિલભાઈ ઉંમર વર્ષ 10 તથા
ભૂતિયા જય ભરતભાઈ ઉંમર વર્ષ 7 (રહે રાંદલ કૃપા, ગોપાલ ધામ તક્ષશિલા વિદ્યાલય પાછળ જુનાગઢ ) નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય પાંચ ઇજાગ્રસ્ત બન્યા હતા ઇજાગ્રસ્ત માંથી
સુનિલભાઈ ભાયાભાઈ બાપોદરા ઉ 35 તથા ભાવનાબેન ભરતભાઈ ભૂતિયા ઉંમર વર્ષ 35,
શાંતીબેન સુનિલભાઈ બાપોદરા ઉમર 29 ,વૈશાલીબેન ભુતીયા ઉંમર વર્ષ 18,હિના ભરતભાઈ ભુતીયા ઉંમર વર્ષ 12 સમાવેશ થાય છે સરકારી હોસ્પિટલમાંથી પ્રાપ્ત વિગત અનુસાર વૈશાલીબેન ભૂતિયા ને રાજકોટ અને શાંતિબેન બાપોદરા ને અમદાવાદ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!