પોરબંદરમા પ્રાચીન ભદ્રકાલી ગરબી મંડળના 100 વર્ષ પુર્ણ :શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી થશે

તા 3 ઓક્ટોબર થી નોરતા નો પ્રારંભ : મહોત્સવ ની ઉજવણી ની તડા મારી તૈયારી નો આરંભ


પોરબંદર : લીમડા ચોક ખાતે શ્રી ભદ્ર કાલી માતાજી ના પરિ સર મા દિવેચા કોળી સમાજ દ્વવારા પ્રાચીન સંસ્કૃતિ ને અનુરૂપ પ્રતિ વર્ષ યોજાતા આ ગરબી મંડળ 99 વર્ષ પુરા કરી આ વર્ષ થી 100 વર્ષ પુરા થતા હોય આ વર્ષે આ ગરબી મંડલનો શતાબ્દી મહોત્સવ નું ભવ્ય આયોજન કરવાં માટે તડમારી તૈયારીઓ નો આરભ થયો છે


લીમડા ચોક ખાતે આવેલ શ્રી ભદ્ર કાલી માતાજી ના મંદિર ખાતે તાજેતરમાં શ્રી ભદ્ર કાલી દિવેચા કોળી સમાજ ગરબી મંડળ ના પ્રમુખ શ્રી રામજી ભાઈ છગનભાઇ બામણીયા ના અધ્યક્ષ સ્થાને મળેલી બેઠકમાં મંડળ ના ઉપ પ્રમુખ શ્રી પ્ર ફુલ ભાઈ નાથાભાઈ બા મ ણી યા, ટ્રસ્ટી સર્વ શ્રી બાબુ ભાઈ રામજી ભાઈ ભાલીયા, શ્રી પ્રેમજી ભાઈ વશરામ ભાઈ વાજા શ્રી ભીખુ ભાઈ હીરા ભાઈ મકવાણા પોરબંદર ગોઢાણીયા બી. એડ કોલેજ ના ડાયરેક્ટ ર અને સમાજ રત્ન ડો. ઈશ્વરભાઈ ભરડા,મંદિર ના પૂજારી શ્રી અરવિંદ ભાઈ આચાર્ય, શ્રી બિ પીન ભાઈ આચાર્ય સહીત ના મહાનુભાવો ની ઉપસ્થિતિ ચર્ચા – વિમર્સ ના અંતે
પોરબંદર ના સાંદિપની વિદ્યા નિકેતન ના પ્રણેતા, રાષ્ટ્રીય સંત પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા ના આશીર્વાદ થકી સર્વાનુમતે આ ભદ્ર કાલી ગરબી મંડળ ની શતાબ્દી મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવા નું નક્કી થતા ભવ્ય આયોજન કરવા મા આવશે આગામી તા 3/10/24 ગુરુવાર ને રાત્રી ના 10-00 કલાકે નવરાત્રી ના પ્રથમ નોરતે આ ભદ્ર કાલી ગરબી મંડળ નો શતાબ્દી મહોત્સવ ઉજવાશે
આ ભદ્ર કાલી ગરબી ની એક આગવી ઓળખ દેશ દુનિયામાં પ્રસ્થાપિત થઇ છે તે પોરબંદર માટે ગૌરવ પ્રદ અવસર છે, તેની ખુશી સમગ્ર પોરબંદર સહીત દેશ – વિદેશ મા છવાઈ છે.
મા શક્તિ ની ઉપાસના થી માનવ રુદયમાં માનવતા પ્રગટે એવા શુભ હેતુ થી દિવેચા કોળી સમાજ ભદ્ર ગરબી મંડળ ની સ્થાપના વિક્રમ વસઁ વત 1981 મા કોળી સમાજના અગ્રણી સ્વ. જાદવ ભાઈ સોલન્કી તથા તેમના મિત્રો એ કરી હતી. સ્વ. જાદવ ભાઈ એ ભદ્ર કાલી માતાજી ના ગરબા ની સ્વ રચના કરી હતી. સ્વ ર તાલ, લય આ ગરબી મા જોવા મળે છે. આ ગરબી મા ડિસ્કો ધૂનમા ફાવે તેમ રગે ઠંગે કેઢાળ નાગીતો ગવાતા નથી. માત્ર ભદ્ર કાલી માતાજી ના ગરબા વચ્ચે ફરતા કોઈપણ ગાયક દ્વારા ગવડાવવામાં આવે છે. અને પ પુરુષો એ ફરજીયાત તેને ઝીલી ગરબા ની પરમ્પરા જાળવવાની હોઈ છે.
મા આદ્યશક્તિ ના પર્વમાં ભદ્ર કાલી માતાજી મંદિર ની ગરબી મા સ્ત્રી ઓ ને ગરબા ગાવા અને લેવાની મનાઈ છે. ગરબીમાં ઉઘાડું માથું ચાલે નહિ આધુનિક યુવાનો રાજ્યના પ્રતિષ્ઠિત પદા અધિકારી કે અધિકારીઓ પણ મોતી ભરેલી ટોપી પહેરવી પડે છે,
ગરબી મા આજેપણ કોળી સમાજના સકિર્ય સેવા કર્મી એવા શ્રી રામજી ભાઈ બામણીયા ની રાહ બરી હેઠળ વિવિધ વેષ ભુષા મા પણ ધોરણો જાળવી રાખ્યા છે રામ -સીતા,, જાનકી શિવ – પાર્વતી, નારદજી, લવ -કુશ,, ભીષ્મ પિતામહ, હનુમાનજી વગેરે વેષ ભુષા ધારણ કરીને માતાજી ના ગરબા અન્ય પુરુષો સાથે ગાય છે, રમે છે, પોરબંદર, સૌરાષ્ટ્ર ગુજરાતના ગૌરવ રૂપ સાંસ્કૃતિક વારસો સાચવતી એક માત્ર ગરબી જાળવવાનું બહુમાન દિવેચા કોળી જ્ઞાતિ ના આગેવાનો અને કાર્ય કરો નેફાળે જાય છે
આ ગરબી ની વિશેષતા એ છે કે,ગરબીમાં લાઉડસ્પીકર રાખવનાની મનાઈ છેમાત્ર દૈવી શક્તિ ની ઉપાસના ના ગુણ ગાન ગાવા અને ગવડાવવા એ ગરબીનો મુખ્ય ઉદ્દેશ રહ્યો છે

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!