પોરબંદરના સૌથી શ્રેષ્ઠ અને સૌથી મોટા નવરાત્રી આયોજન “રમઝટ’ ના પાસ મેળવવા પડાપડી
આ વર્ષે પોરબંદરમાં ચોમાસુ ખુબ સારૂ જતા આનંદ અને ઉત્સાહ ના માહોલમાં ગુજરાતની આગવી ઓળખ બની ગયેલા “રાસગરબા” માં પોરબંદરવાસીઓ ભાગ લેવા માટે ઉત્સાહીત થઈ ગયેલ છે. અને તેમાં પણ ખાસ કરીને છેલ્લા ૩ – ૩ મહિનાથી નવરાત્રીની પ્રેકટીશ કરતા ખેલૈયાઓએ આ વર્ષે “રમઝટ” માં “રમઝટ” બોલાવવાનુ મન બનાવી લીધેલ છે. અને તેથી પોરબંદરમાં બજારમાં લીયો પાયોનીર આયોજીત રમઝટના પાસ વેચાણ માટે મુકતા ખુબ જ મોટા પ્રમાણમાં પાસની ડીમાંડ નિકળતા અને પોરબંદરના મોટા ભાગના ખેલાડીઓ રમઝટમાં જ રમવાનો અગ્રહ રાખતા હોવાને કારણે પોતાના લકકી નંબરોના પાસનુ બુકિંગ કરાવવા માંડેલ છે. અને આ વર્ષે પણ પોરબંદરની તમામ બહેનોને ફ્રી એન્ટ્રી હોય અને તેથી બહેનોમાં પણ ઉત્સાહ જોવા મળે છે.
લીયો પાયોનીયર આયોજીત રમઝટમાં છેલ્લા ૨૦ વર્ષ કરતા વધારે સમયથી ભુપત મુસાલની ટીમ નિર્ણાયક તરીકે સેવા આપતા હોય અને આ વર્ષે રીટાયર્ડ મામલતદાર નિપુલભાઈ રૂપારેલ પણ ખાસ નિર્ણાયક તરીકે સેવા આપવાના હોય અને તે રીતે લીયો પાયોનીયરમાં તટસ્થ નિર્ણય આવતો હોવાનુ તમામ ખેલૈયાઓ પણ માનતા હોય, અને તેથી જ ખેલૈયાઓની પ્રથમ પસંદગી લીયો પાયોનીયરનુ ગ્રાઉન્ડ જ હોય છે. તેમજ આ વર્ષે પોરબંદરના જુના અને જાણીતા મૌલીક થાનકીના “ઝંકાર” ઓક્રેસ્ટ્રાના સંગાથે અને નવી જ સાઉન્ડ સીસ્ટમના સથવારે અને રાજકોટ – જામનગર ના ગાયકોના સંગાથે આયોજન થયેલુ હોવાને કારણે તમામ નગરજનોમાં રમઝટ ની ટીકીટ લેવા માટે પડાપડી થઈ રહેલ છે. આ આયોજનને સફળ બનાવવા માટે પ્રોજેકટ ચેરમેન તરીકે એડવોકેટ ભરતભાઇ લાખાણી, પ્રવિણભાઈ ખોરાવા, ચિરાગ કારીયા, હિતેષભાઈ રૂધાણી, મનોજભાઈ બદયાણી, શૈલેષભાઇ કોટેચા, હિતેષભાઈ કારીયા, અલ્પેશભાઈ મસરૂ, અશ્વિનભાઈ મોરઝરીયા, મહેન્દ્ર જુંગી, કેતનભાઈ શાહ, જયેશભાઈ માંડવીયા વિગેરે જહેમત લઈ રહેલ છે.