ભારત વિકાસ પરિષદ પોરબંદર દ્વારા લેવાયેલ ભારત કો જાનો અને રાષ્ટ્ર ગાન સમુહ સ્પર્ધા ના વિજેતાઓએ પ્રાંત કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો
ભારત વિકાસ પરિષદ પોરબંદર શાખા દ્વારા પોરબંદરની જુદી જુદી શાળાઓ વચ્ચે રાષ્ટ્રીય સમૂહ ગાન પ્રતિયોગિતા તેમજ ભારત કો જાનો પ્રશ્ન મંચ 2024 ,તારીખ 29 -09 -2024 રવિવાર ના રોજ રત્ન સાગર હોલ,મિડલ સ્કૂલ સામે,પોરબંદરમાં યોજાઈ ગયેલ જેમાં રાષ્ટ્રીય સમૂહ ગાન પ્રતિયોગિતામાં જુદી જુદી 10 શાળાની ટીમના કુલ 100 સ્પર્ધકો દ્વારા વિવિધ દેશ ભક્તિ ના નોંન ફ઼િલ્મિ
હિન્દી ગીતોની પ્રસ્તૃતિ ખૂબ જ સુંદર રીતે કરી હતી..darek ne shakha aiહિન્દી વિભાગમાં પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલયની ટીમ પ્રથમ નંબરે વિજેતા થતાં તે ટીમ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત કક્ષાએ તા. 6-10-2024 ના રોજ મોરબી મુકામે યોજાનાર ફાઈનલ માં ભાગ લેવા ગયેલ તેમજ “ભારત કો જાનો પ્રશ્ન મંચ 2024” પોરબંદર ની વિવિધ 35 શાળાના કુલ 1200 વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ તેમાં પ્રાથમિક વિભાગ માં સેન્ટ મેરી સ્કૂલના વિદ્યાર્થી ખાસ કારીયા અને અનેરી ગોકાણી તથા માધ્યમિક વિભાગમાં શ્રીમતી કે બી જોશી કન્યા વિદ્યાલય છાયાના વિદ્યાર્થીઓ ચાવડા જીયા તેમજ મોકરિયા શિવાંગી સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત કક્ષાએ તા. 6-10-2024 ના રોજ સુરેન્દ્રનગર મુકામે યોજાનાર ફાઈનલ ભાગ લેવા ગયેલ.
રાષ્ટ્રીય સમૂહ ગાનની પ્રાંત કક્ષાએ મોરબી તથા ભારત કો જાનો પ્રશ્ન મંચ 2024 માં વિદ્યાર્થીઓને તદન નિશુલ્ક પ્રતિયોગિતા માં ભાગ લેવા લઈ ગયેલ. પોરબંદર ભારત વિકાસ પરિષદના આ કાર્યક્રમમાં શબ્દોથી સ્વાગત પ્રમુખશ્રી રણજીતભાઈ મોઢવાડિયા દ્વારા કરવામાં આવેલ આ પ્રસંગે ડો.પ્રવિણાબેન પાડાવદરા ડિસટીક સ્પોટ ઓફિસર પોરબંદર ડોક્ટર સુરેશભાઈ ગાંધી સ્થાપક પ્રમુખ કમલેશ ભાઈ ખોખરી પ્રાંત યુવા પ્રવૃત્તિ સહસંયોજક પંકજ ચંદારાણા લાખણશીભાઈ ગોરાણીયા વિનેશભાઈ ગોસ્વામી શીલાબેન માખેચા ની ઉપસ્થિતિ વિશેષમાં રહેલ આ પ્રોગ્રામનું સંચાલન પૂજાબેન રાજા દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમના અંતમાં આભાર વિધિ મંત્રી નિલેશભાઈ રૂધાણી દ્વારા કરવામાં આવેલી
રાષ્ટ્રીય સમૂહ ગાનની વિજેતા ટીમ ને સંયોજીકા ચંદ્રિકા બેન પરમાર,સહ સંયોજીકા નિધિ શાહ મોઢવાડીયા તથા મહિલા સંયોજીકા મીનાક્ષી બેન ગજ્જર ગયેલ હતા.
ભારત કો જાનો પ્રશ્ન મંચ 2024 ના વિદ્યાર્થીઓ ને અધ્યક્ષ રણજીત મોઢવાડીયા તથા ભારત કો જાનો પ્રશ્ન મંચ 2024ના સંયોજક હરદત્ત પુરી ગોસ્વામી ટીમને લઈ ગયેલ હતા
રાષ્ટ્ર પ્રેમ તમામ વિદ્યાર્થી ઓ માં જળહળતો રહે એવો ભારત વિકાસ પરિષદ નો હેતુ હોઈ છે. આપ આ કાર્યક્રમનું સંકલન સંગઠન મંત્રી નીતિનભાઈ કોડીયાતર દીપેનભાઈ પાનખણીયા દ્વારા કરવામાં આવેલ…. રાષ્ટ્ર પ્રેમ બધા માં સ્થપાયો છે…


