પી.એમ.શ્રી નવાપરા પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ અને પ્રતિભાવંત શિક્ષક સન્માન સમારોહ
પી.એમ.શ્રી નવાપરા પ્રાથમિક શાળામાં તા.08-10-2024 મંગળવારના રોજ
નવરાત્રી મહોત્સવ અને પ્રતિભાવંત શિક્ષક સન્માન સમારોહ
આસો મહિનાની નવરાત્રી એટલે માતાજીની આરાધનાની નવરાત્રી. કોઇ જપ કરે કોઇ તપ કરે તો કોઇ નૃત્ય કરી પોતાની આરાધના કરે છે. તો પી.એમ. શ્રી નવાપરા પ્રાથામિક શાળામાં પણ નવરાત્રી મહોત્સવની અનેરી ઉજવણી કરવામાં આવી હતી. સાથે સાથે સદ્દભાવના સેવામંડળ પોરબંદરના સોજ્ન્યથી શાળાનાં ચૌદ પ્રતિભાવંત શિક્ષકોના સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોરબંદર –છાયા નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબહેન તિવારી , પોરબંદર તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વેજાભાઇ કોડિયાતર , બી.આર.સી. કો-ઓર્ડિનેટર પરેશભાઇ પુરુષનાણી, પોરબંદર તબીબ ક્ષેત્રના ભિષ્મ પિતામહ એવા સિનિયર મોસ્ટ ફિઝિશ્યન ડો. સુરેશભાઈ ગાંધી સાહેબ, શારદા નંદલાલ ટ્રસ્ટના પ્રમુખ અને જાણીતા મહિલા તબીબ ડો.સુરેખાબેન શાહ, લાયન્સ ક્લબ પોરબંદરનાં પ્રમુખ શ્રી ઋષિતાબા પરમાર,શ્રી ઘનશ્યામભાઇ માહેતા. ચીફ ઓફીસર પોરબંદરના પ્રતિનિધિ તરીકે શ્રી પ્રદિપભાઇ થાનકી તથા ખાસ અમારા શાળાના આમંત્રણને માન આપી પોરબંદર નેવલ બેઝના કમાન્ડર સર ઋષિકેશભાઈ પંચોલી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરુઆતમાં લગભગ બે કલાક જેટલો સમય નટરાજ કરાઓકેના સથવારે કમલેશભાઈ જોષી અને પ્રજ્ઞાબેન લુકકા તેમની ટીમ દ્વારા બાળકોને લાઇવ રાસ – ગરબા રમાડવામાં આવ્યા હતા. ત્યારબાદ મહેમાનોનું કુમકુમ તિલક દ્વારા સ્વાગત કરી પ્રાર્થના દ્વારા પ્રતિભાવાન શિક્ષક સન્માન કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આવેલ મહેમાનો દ્વારા કર્મના સાક્ષી એવા દિપનારાયણને પ્રસન્ન કરવા દિપ પ્રાગટ્ય કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ મહેમાનોનું પુષ્પ ગુચ્છ તેમજ પુસ્તિકા આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. જેમાં સદ્દભાવના સેવા મંડળ દ્વારા પુષ્પ ગુચ્છ અને શાળા દ્વારા પુસ્તક દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર મજાનો આપણા ભાતીગળ પહેરવેશમાં ગરબો રજુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ક્રમશ શાળાના બધા શિક્ષકોનું મહેમાનો દ્વારા મોમેંન્ટો આપી સન્માનિત કરવામાં આવીયા હતા. ત્યાર બાદ ડો.સુરેખાબહેન શાહ, શ્રી પરેશભાઇ પુરુષનાણી અને શ્રી ડો.ચેતનાબહેન તિવારી દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યુ હતું જેમા માતાજીના નોરતા અને ગુરુજી વિશેના મહત્વની ચર્ચા કરી હતી. શ્રી હરદત્ત પુરી ગોસ્વામી એ સદ્દભાવના સેવા મંડળ ની સેવાકીય પ્રવૃતિઓ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી,અને આગામી 22 ડિસેમ્બર થી શરૂ થતી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ માં 51 પોથી સાથે સપ્તાહ શરૂ થશે,તેમજ આ સપ્તાહ શ્રવણનો લાભ તેમજ રોજ બે થી ત્રણ હજાર ભાવિક ભક્તજનો ને પ્રસાદ આપવામાં આવનાર છે.તેનો લાભ લેવા વિનંતી કરી હતી.
સાથે સાથે નવાપરા શાળાના જ શિક્ષકોનું સન્માન શા માટે તે વિશે જણાવતાં કહ્યું હતું કે આ શાળા તેમજ તેમના શિક્ષકો દ્વારા સતત વિકાસશીલ તેમજ સંઘર્ષમય રીતે શાળામાં વિદ્યાર્થીઓ ની સંખ્યા 500 ઉપર લઇ જઇ શાળાને એક આગવું સ્થાન આપવામાં આવ્યું છે અને આવા સતત પ્રયત્નો કરતા રહે તેમાં કોઈ મદદની જરૂર હોય તો સદ્દભાવના સેવા મંડળ હર હંમેશ સેવા માટે તત્પર રહેશે તેવી ખાતરી આપી હતી.
શાળાનાં એચ.ટાટ આચાર્યા શ્રી હીરીબેન દાસાએ પી.એમ.શ્રી યોજના વિશે માહીતગાર કર્યા હતા.
ડો. સુરેશ ગાંધી સાહેબ દ્વારા પી એમ શ્રી નવાપરા પ્રાથમિક શાળા ના પુસ્તકાલયમાં વાંચન ઉપયોગી એવા પુસ્તકોનો સેટ આચાર્ય હિરીબેન દાસા ને અર્પણ કરવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન હરદત્તપુરી ગોસ્વામીએ પોતાની આગવી શૈલીમાં કર્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવાર અને સદ્દભાવના સેવા સેવા મંડળના સભ્યો કમલેશભાઈ રાણીંગા,કમલેશભાઈ રૂપારેલીયા,પ્રવિણભાઇ દાવડા, રમેશભાઇ મારડિયા, જયશ્રીબેન રાણીંગા, હેતલબેન રાણીંગા, નવલગીરી ગોસ્વામી,મનસુખગીરી ગોસ્વામી, શ્યામભાઈ રાયકુંડલીયા, કનૈયાભાઈ રાણીંગા,રસિકભાઈ તન્ના, પ્રજ્ઞાબેન લુક્કા,કમલેશભાઈ જોષી ,અર્ચનાબેન, આર્યન રાણીંગા, ઉત્સવ રૂપારેલીયા એ જહેમત ઉઠાવી હતી. શાળા એસ.એમ.સી સભ્યો અને બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં બાળકોને શૈક્ષણીક કીટ અને નાસ્તો આપ્યો હતો. શાળા પરિવાર દ્વારા આવેલ તમામ મહેમાનો અને સદ્દભાવના મંડળ પોરબંદરનો આભાર માનવામાં આવ્યો હતો.