શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર પોરબંદર માં નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન, મહાઆરતી તથા અન્નકૂટ મહોત્સવ સંપન્ન.
🙏🏻પોરબંદર માં આવેલ 117 વર્ષ પુરાણા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર નાં ઉપક્રમે નૂત્તન વર્ષ અંતર્ગત વિશેષ ધૂન, કિર્તન, સંકીર્તન, સંપ્રદાય નાં નંદ સંતો રચિત અન્નકૂટ થાળ નાં પદો અને કીર્તનો ની સંગીત મય રજૂઆત મંદિર નાં કિર્તન -ગવૈયા ઓ દ્વારા થઈ હતી. મંદિર નાં તમામ ટ્રસ્ટી શ્રીઓ, અગ્રણી હરિ ભક્ત ભાઈ બહેનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યાં હતાં.અને અન્નકૂટ ની મહા આરતી, થાળ ગાન માં જોડાયાં હતાં.
👍🏻મંદિર નાં વિશાલ સભા ખંડ માં પ્રતિ વર્ષ ની જેમ ઉલ્લાસ પૂર્વક “ભવ્ય અન્નકૂટ “નું આયોજન તમામ ધર્મ પ્રેમી હરિ ભક્તો નાં પૂર્ણ સહયોગ થી સંપન્ન થયું હતું.
સંનિષ્ઠ કામદાર પરિવાર ઉપરાંત પરેશભાઈ દવે, ઉષાબેન લાખાણી, પ્રવીણભાઈ દવે, અ. નિ. રમેશભાઈ જોષી, અ. નિ. રંજનબેન તેરૈયા, અ. નિ. ચંપાબેન ધોળકિયા, આશાપુરા ખાજલી, રઘુવીરસિંહ જાડેજા, સંદીપભાઈ ગુંસાણી, અ. નિ. મુળજીભાઈ જોષી, વગેરે હરિ ભક્ત ભાઈ બહેનો નો વિશેષ સહયોગ રહ્યો હતો.
👌🏻દીપોત્સવી નાં મંગલ પર્વ નિમિત્તે સંપૂર્ણ મંદિર ની સંપૂર્ણ સફાઈ સેવા, અવનવી આકર્ષક વિધ વિધિ રંગોળી ની સર્જન સેવા નિષ્ઠ મહિલા મંડળ નાં બહેનો એ સંભાળી હતી. 🌺સમગ્ર મહોત્સવ ને સફળ બનાવવા મંદિર નાં કર્મઠ પૂજારી હરજીભાઇ મહેતા, મયંકભાઇ કામદાર, વનરાજ સિંહ જાડેજા, તુષારભાઈ જોષી, ભગવાનજી ભાઈ જોશી, રાજેન્દ્ર ભાઈ સોલંકી, પ્રકાશભાઈ રાઠોડ, રાજુભાઈ ભરડવા, નરેન્દ્ર ભાઈ મહેતા, મુકુંદભાઈ તન્ના, પિયુષ ભાઈ ખૂંટી, કનુભાઈ ધોળકિયા, રાજ મહેતા, સ્મિત જોષી વગેરે યુવા હરિ ભક્તો એ ભારે જહેમત ઉઠાવી હતી. સંપ્રદાય નાં બ્રહ્મ નિષ્ઠ પૂજનીય સંતો એ ટેલિફોનિક આશિર્વાદ આપી રાજીપો વ્યક્ત કર્યો હતો.
લિ. ટ્રસ્ટી ગણ
શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, પોરબંદર

