પોરબંદરના શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીના વ્યાસાસને જેતપુરમાં ભાગવતકથાનો ભવ્ય પોથીયાત્રા સાથે આજે પ્રારંભ


પરમ આદરણીયશ્રી માધુરીબેન ગોસ્વામીના વ્યાસાસને આજથી જેતપુર મુકામે ભાગવતકથા નો પ્રારંભ થયો. ગામનો ચોરો ને રામજી મંદિર થી શોભાયાત્રા નીકળી હતી ને ગામમાં ભાગવતજી ને નગરચર્યા કરાવવામાં આવી હતી.
ભગવાન શ્રી કૃષ્ણ તથા માં આદ્યશક્તિની કૃપાથી મહંતશ્રી સરોજગિરી માતાજીના આશીર્વાદ થી જેતપુર મુકામે શ્રીમદ્ ભગવદ્ સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો આજે ભવ્ય શોભાયાત્રા દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો. જેમાં મોટી સંખ્યામાં બહેનો તથા ભાઈઓ ને બાળકો જોડાયા હતાં. ડી.જે ના તાલે ને રાસ ગરબાની રમઝટ સાથે ભવ્ય પોથીયાત્રા નીકળી હતી.
પોથી યાત્રા બાદ ભાગવત કથાના મહાત્મ્ય સાથે શ્રી કૃષ્ણ ના ગુણગાન તથા ગયાજીનુ મહત્વ માધુરીબેન ગોસ્વામી દ્વારા પોતાની ભાવાત્મક શૈલીથી ગાવામાં આવ્યો.
લોક કલ્યાણ અર્થે આયોજીત આ શ્રીમદ્ ભાગવત સપ્તાહ નો લાભ લેવા સૈ ધર્મ પ્રેમી લોકોને જાહેર આમંત્રણ આપવામાં આવે છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!