વી.જે.એમ. બોયઝ એન્ડ ગર્લ્સ હાઈસ્કૂલ અને SHAJ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી
આજે 15 ઓગસ્ટ, 2024 ના રોજ વી.જે.એમ. બોયઝ એન્ડ ગર્લ્સ હાઈસ્કૂલ અને SHAJ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલે દેશ ના 78મા સ્વતંત્રતા દિવસની આન બાન અને શાન થી ઉજવણી કરી, શાળા ના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ સભ્યોએ રાષ્ટ્રના સ્વાતંત્ર્ય સેનાનીઓને શ્રદ્ધાંજલિ આપી. આ એક અદ્ભુત દિવસ છે જ્યારે આપણે દેશ ની આઝાદી માટે લડનારા આપણા તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓનું આદર અને સન્માન કરીએ છીએ.
ઉજવણીની શરૂઆત શાળા ના ઓન. સેક્રેટરી ફારૂકભાઈ સુર્યા, દ્વારા ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ રાષ્ટ્રગીત અને વીજેએમ બોયઝના સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સ દ્વારા પરેડ યોજાઇ અને વિધાર્થીઓ દ્વારા રાષ્ટ્ર ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.
સમગ્ર કાર્યક્રમ નું આયોજન શાળા ના પ્રિન્સિપાલ મુલતાની, અમૃતાબેન બામણીયા, હેતલબેન સોનીગ્રા, શિવાનીબેન સામાણી, હાયર સેકન્ડરી હેડ આકીબ હામદાણી ત્થા શાળા નાં તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું.