રાવલ ગામે વાઘેલા પરિવાર દ્વારાચોથા દિવસે શ્રી મદ ભાગવતજ્ઞાનયજ્ઞ સપ્તાહમાં નરસિંહ અવતાર ઉજવાયો
ગૌ સેવા એ શ્રીકૃષ્ણ ભક્તિ નું ઉત્તમ માધ્યમ છે : પંકજ ભાઈ જોષી
દાંડીયા રાસ માં ભાવિકો ઉત્સાહ ભર જોડાયા
પોરબંદર : પોરબંદર નજીક ના જામ રાવલ ગામે સમસ્ત વાઘેલા પરિવાર દ્વારા ચોથા દિવસે શ્રી મદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ માં શ્રી નૃસિંહ અવતાર ઉજવાયો અને રાત્રે યોજાયેલા દાંડિયા રાસ માં ભાવિકો ઉત્સાહ ભેર જોડાયા હતા
પોરબંદર નજીકનાં રાવલ ગામે શ રામભાઈ રણમલ ભાઈ વાઘેલા ( હર સિદ્ધિ કન્સ્ટ્રક્સન ) તથા સમસ્ત વાઘેલા પરિવાર દ્વાર પિતૃ ઓ ના મોક્ષા ર્થે તા 6 થી 13 ડિસેમ્બર” વૃંદાવન ધામ “શીતળા માતાજી મંદિર ગ્રા ઉન્ડ જામ રાવલ ખાતે શ્રી મદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ નું આયોજન કરવામાં આવેલ છે
વ્યાસ પીઠ પર શાસ્ત્રી પંકજ ભાઈ.જોષી એ કથા નું સંગીતમય શૈલી માં રસપાન. કરાવતા કથાના ચો થા દિવસે જણા વ્યુ હતું કે, ગૌ સેવા એ શ્રી ક્ર્ષ્ણ ભક્તિ નું ઉત્તમ માધ્યમ છે, જ્યાં ગાયો છે ત્યાં શ્રી ક્ર્ષ્ણ હાજરા હજુર છે. જ્યાં ક્ર્ષ્ણ હોઈ ત્યાં ધર્મ હોઈ જ્યાં ધર્મ હોઈ ત્યાં વિજય નીચ્ચિત હોઈ છે.
આ પ્રસંગે પોરબંદર ની ડો. વી. આર. ગોઢાણીયા બી. એડ કોલેજ ના ડાયરેક્ટર અને જાણીતા કેળવણી કાર ડો ઈશ્વરભાઈ ભરડા એ ઉદબોધન કરતા રાવલના સ્વ. ભીમભાઇ વાઘેલા પટેલ ની સમાજ સમાજ સેવા ની સેવાઓ ને બિરદાવી પોરબંદર ના શ્રેષ્ઠિ સ્વ તુલસી ભાઈ હાથી, નાં ફાર્મ હાઉસ ને રમેશભાઈ ઓઝા ની સાધના ભૂમિગણાવી જણાવ્યું કે, શ્રી મદ ભાગવત એ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચાર પુરુસાર્થ ની સિદ્ધિ કરા વતો ગ્રંથ છે, તે પૈકી ધર્મ એ પ્રથમ પાયો છે અને વાઘેલા પરિવાર ને પ્રથમ પાયો મજબૂત કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા
શ્રી મદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહ દરમિયાન વિવિધ પા વન પ્રસન્ગો માં તા 9 સોમવાર સાંજે 6-00 કલાકે નૃસિંહ અવતાર. તા 10 મંગળવાર સવારે 10-30 વામન અવતાર બપોરે 12-00 કલાકે શ્રી રામ જન્મોત્સવ તા 11 બુધવાર સાંજે 6-00 કલાકે ગિરિ રાજ પૂજન, તા 12 ગુરુવાર સાંજે 6-00 કલાકે શ્રી રુક્મણી વિવાહ, તા 13 શુક્રવાર સવારે 10-00કલાકે શ્રી સુદામા ચરિત્ર અને બપોરે 1-00 કલાકે પરીક્ષિત મોક્ષ સાથે કથા વિરામ પામશે
ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમો નું પણ આયોજન કરવામાં આવેલ છે જેમ તા 9 સોમવાર શ્રી ભાનુબેન વાઘેલા, અને શ્રી રાહુલ ભાઈ ગોસ્વામી રાત્રે 9-00 કલાકે દાંડિયા રાસ તા 10 મંગળવાર વિજુ બેન આહીર (લોક ગાયક ) ન દોત્સવ તા 11 બુધવાર સણો સરી ગામની લોકપ્રિય મંડળી તથા પી. એસ. આઈ અખે ળ મેડમ સાંજે 5-30 લોટી ઉત્સવ અને તા 13 શુક્રવાર બપોરે મહાપ્રસાદ નો સમાવેશ થાય છે.
આ તકે પોરબંદર ના કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા, તથા હનુમાનધાર રબારી સમાજના અગ્રણી ધર્મ પ્રેમી શ્રી પરબત ભાઈ ભીમા ભાઈ ચાવડા કથા દરમિયાન એક પગે ઉભારહી સાત દિવસ સુધી કથા સંભાળવા બદલ કથાના આયોજક શ્રી રામભાઈ વાઘેલા નાં હસ્તે શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવેલ હતા
કથામાં દિલીપ ભાઈ ગોસ્વામી, સતીશબાપુ, વિજય ભાઈ થાનકી,જયેશભાઇ ભારથી, દર્શન ભાઈ જોષી, કનક ભાઈ ભોગાયતા,ગિરીશ ભાઈ જોષી. સંગીત મય કથામાં સહયોગી બન્યા હતા