પી.એમ.શ્રી નવાપરા પ્રાથમિક શાળા છાયામાં કિશોરાવસ્થા તરફ વિશેની સુંદર ડિબેટ યોજાઈ
સરકાર શ્રી દ્વારા અવાર નવાર વિદ્યાર્થીઓની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું રહ્યું છે. ખાસ જે બાબત વિશે બાળકો ઘરે જાગૃત થતાં નથી એવી નાની પણ ખૂબ જ ઉપયોગી માહિતી સરકાર દ્વારા આપવામાં આવે છે એવી જ એક વાત એટલે કિશોરાવસ્થા તરફ એટલે કે કીશોર અવસ્થામાં પ્રવેશ થાય ત્યારે શું કાળજી રાખવી તેની વાત ધોરણ ૮ માં આવે છે. તો વર્ગખંડમાં ચર્ચા થયા બાદ આજે જેમણે મહિલા અને બાળવિકાસ અને દિકરીઓના જીવનમાં કાળજી બાબતે ઘણું સારું કામ કર્યું છે. એવા
મદદનીશ જિલ્લા કો. ઓ. ગર્લ્સ એજયુકેશન વૈશાલી આર. પટેલ
તથા
શ્રી મદદનીશ જિલ્લા કો. ઓ.ક્વોલિટી એજ્યુકેશન એન્ડ મોનીટરીંગ – રોમા એચ.પરમાર
આજ રોજ અમારી શાળામાં આકસ્મિક મુલાકાતે આવ્યા હતા. જેમાં ધોરણ 7 અને 8 ના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો ખાસ માસિક ધર્મ દરમિયાન રાખવામાં આવતી સ્વચ્છતા વિશે ખૂબ જ ઉંડાણપૂર્વક માહિતી આપવામાં આવી હતી. સાથે માસિક ધર્મ સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ વિશે પણ માહિતગાર કર્યા હતા. આજના સમયમાં ખૂબ સંઘર્ષ સાથે પણ દિકરીઓ આગળ વધે છે એ વિશે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાનાં આચાર્ય હિરલબેન અને શિક્ષકો સાથે પણ ખૂબ સારી રીતે ચર્ચા કરી અને શાળામાં કરવામાં આવતી કામગીરી વિશે અભિનંદન પાઠવ્યા હતા.
સાથે સાથે વિજ્ઞાન વિષયમાં સુંદર પ્રોજેક્ટ બનાવવા બદલ બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા. વિદ્યાર્થીઓએ પણ વૈશાલીમેડમનો આભાર માન્યો હતો અને ફરી શાળામાં પધારશો એવી વિનંતી પણ કરી હતી.
આ તકે શાળાનાં આચાર્ય હિરલબેન દાસાએ પણ આભાર વ્યક્ત કર્યો હતો..