રામનવમી નિમિત્તે ખાસ જેલમાં રામધુન અને પ્રસાદ વિતરણ નું આયોજન
તા.17/4/24 ને રામનવમી ના પવિત્ર તહેવાર નિમિતે ખાસ જેલ પોરબંદર ખાતે જેલ અધિક્ષક જાડેજા ના માર્ગદર્શન હેઠળ કેદીઓના પરિવર્તન માટે રામધુન અને પ્રસાદ વિતરણ નું આયોજન કરવામાં આવેલ તેમાં પાયોનિયર ક્લબ,સાગરપુત્ર સમન્વય અને લાયન્સ ક્લબ ઓફ પોરબંદર “બાપુ” ને જેલ અધિક્ષક પી. એમ .જાડેજા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.આ આમંત્રણ ને માન આપી સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા,
વિજયભાઈ ઉનડકટ, જ્યેન્દ્રભાઈ ખુંટી,જયેશ માંડવીયા,રજનીકાન્ત ભાઈ મોઢા અને ઘનશ્યામભાઈ મહેતા હાજર રહ્યા હતા. જેલમાં રહેલ કેદીઓમાંથી
10 કેદીઓને જેલમાં તેમના સારા વર્તન બદલ સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવા ના વરદ હસ્તે મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને જેલમાં રહેલ તમામ કેદીઓને ભગવાન શ્રીરામના જન્મજયંતી ની શુભેચ્છા પાઠવી હતી.તેમજ સંસ્થાને આમંત્રણ આપવા બદલ જેલ અધિક્ષક પી.એમ. જાડેજા નો આભાર વ્યક્ત કરેલ.
ખાસ જેલ પોરબંદર ના જેલ અધિક્ષક પી એમ .જાડેજા દ્વારા જેલમાં રહેલ કેદીઓ માટે અવારનવાર જેલમાં ધાર્મિક તહેવારોની ઉજવણી અને સામાજીક કાર્યક્રમો કરવામાં આવે છે જે સરાહનીય કામ છે.