સેવ પોરબંદર સી ટીમ દ્વારા ઘેડ વિસ્તાર ના મિત્રાળા ગામની મુલાકાત…
આજરોજ સેવ પોરબંદર સી ના સભ્યો એ માધવપુર ઘેડના મિત્રાળા ગામની મુલાકાત લીધી.
જેતપુર પ્રદૂષિત પાણીની પાઇપ લાઈન આ ગામમાં સહુથી વધુ ખેતરોમાંથી નીકળશે. લગભગ ૯૨ ખેતરો પ્રભાવિત થશે… આ અંતર્ગત ટીમ માંથી વાંધા અરજીનું લખાણ તૈયાર કરી મોકલવામાં પણ આવેલ.આજે તપાસ કરતા ત્યાંના ભૂમિપુત્રોએ આ અરજીઓ વ્યવસ્થિત કરી મોકલી આપ્યાનું જણાવ્યું.
ટીમના કુતિયાણાના સભ્ય નાગેશ પરમાર દ્વારા આ મુલાકાત ગોઠવવામાં આવેલી.અને પોરબંદર થી ડૉ નૂતન બેન ગોકાણી, ડૉ સિદ્ધાર્થ ગોકાણી, કેયૂર જોશી, જયેશ ગોરસેરા,યશ ગોહેલ ગયેલા..
જેતપુર ભાદર તથા બોર નું પાણી પણ સાથે લઈ ગયેલા.
ત્યાં થોડા લોકો મળેલા તેઓ સહુ આ પાણી જોઈ ને આઘાત પામી ગયા. તેમણે કહ્યું અમારે ચોમાસા માં ઉદ્યોગો નું પ્રદૂષિત પાણી જે ભાદર માં છોડાય છે તે આવે જ છે.આ વખતે અમારો ઊભો પાક સુકાઈ ગયો છે તેથી આ પાણી અમારાં માટે ખતરનાક છે તેની અમને જાણ છે જ…
ટીમ દ્વારા આ પાણી કઈ રીતે આવશે અને તેના શું શું ગેરફાયદા છે તે સમજાવવામાં આવ્યું… તેમના દ્વારા પ્રશ્નો પૂછવામાં પણ આવ્યા. જેના તેમને સંતોષકારક જવાબો આપવામાં આવ્યા.
ગામ લોકોએ પોતાનો સંપૂર્ણ સાથ અને સમર્થન સેવ પોરબંદર સીની ટીમ ને આપવામાં આવ્યું.
ભવિષ્ય ના તેમના પ્રોજેક્ટમાં આખું ગામ સાથ આપશે.
આ ગામ ના લોકોએ કહ્યું અમાર ૮૦૦ ની વસ્તી માં ૨૦૦૦ વીઘા જમીન છે તેમાં પણ ૯૨ ખેતરો માંથી લાઈન નીકળે.વિચારો કે અમારું આખું ભાવિ અંધારમય રહે.અમને કોઈ રીતે આ લાઈન નહિ પોસાય…
આમ , ટીમ અને ખારવા સમાજને આવતા આંદોલન માં સંપૂર્ણ સમર્થન આપવાનું વચન આપ્યું.