આવતી કાલે વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર જિલ્લાનું સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓનું સરસ્વતી સન્માન યોજાશે
દરવર્ષ ની જેમ આ વર્ષે પણ પોરબંદર જિલ્લાના વૈષ્ણવ સાધુ સમાજના સ્નેહમિલનનું આયોજન આવતી કાલે 29/12/2024 ને રવીવારના રોજ બપોરે 4 કલાકે ધોબી સમાજ જ્ઞાતી વંડીમાં બિરલા હોલ રોડ, પોરબંદર ખાતે કરવામાં આવ્યુ છે સાથે સાથે વૈષ્ણવ સાધુ સમાજના તેજસ્વી, તારલાઓનું સરસ્વતી સન્માન પણ આયોજન કરવાં આવ્યું છે. આવતી કાલે 29/12/2024 ના રવિવારના રોજ શ્રી વૈષ્ણવ સાધુ સમાજ ના સ્નેહ મિલન અને સરસ્વતી સન્માન કાર્યક્રમ નું આયોજન સમાજ સંગઠીત બને તે હેતુ થી કરવામાં આવ્યું છે.પોરબંદર જિલ્લા ના તમામ વૈષ્ણવ સાધુ સમાજ ના પરિવારજનોને આ કાર્યક્રમ માં પધારવા વૈષ્ણવ સાધુ સમાજ પોરબંદર આયોજન સમિતિ દ્વારા ભાવ ભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
Please follow and like us:
CATEGORIES Porbandar