લાયન્સ કલબ પોરબંદર દ્વારા સ્વ.ભૂરા મુંજા જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટના આર્થિક સહયોગથી પોરબંદર ખાસ જેલમાં ધાબળા વિતરણ કરાયા

લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા.14-12-2024 શનિવારના રોજ સ્વ.ભૂરા મુંજા જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટ,પોરબંદરના આર્થિક સહયોગથી પોરબંદર ખાસ જેલના બંદીવાન ભાઈઓને ધાબળા વિતરણ કરવામાં આવેલ.

મલ્ટીપલ કાઉન્સિલર ટ્રેઝરર લાયન હિરલ બા જાડેજાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે
ખાસ જેલ સુપ્રિડેન્ટ,પી.એચ.જાડેજા સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
ખાસ જેલ પોરબંદરના સુપ્રિટેન્ડેન્ટ,શ્રી પી.એચ.જાડેજા સાહેબ દ્વારા આવેલ તમામનું શબ્દિક સ્વાગત તેમજ લાયન્સ કલબ સંસ્થાનો પરિચય આપેલ હતો.
હાલ શિયાળો ચાલે છે અને ઠંડીનું પ્રમાણ વધવામાં છે ત્યારે ,બંદીવાન ભાઈઓ પોતાના પરિવારથી દૂર હોય,અને ઘરે પણ એવી કોઈ સગવડ ના હોય,ત્યારે પ્રાથમિક જરૂરિયાત મળી રહે તે હેતુથી હર હંમેશ એક બહેન ની જેમ ભાઈઓને મદદ કરવા તૈયાર છે,કોઈ કર્મ અનુસાર આજે જે પરિસ્થિતિ છે,એવા કર્મથી ભવિષ્યમાં દૂર રહેવું અને પરિવાર તેમજ સમાજને યોગ્ય સારાં નાગરિક બની ઉદાહરણ પૂરું પાડવું,તેમજ જલ્દીથી અહી થી સુખરૂપ પોતાના પરિવાર સાથે મળો એવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
વધુમાં કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી… પંક્તિ ગાઈ ને બંદીવાન ભાઈઓના હર્દય સ્પર્શી બહેનને લાડ કરજો એવા સમયે કરુણતા સભર વાતાવરણ થઈ ગયું હતું.
આશરે 50 થી વધુ બંદીવાન ભાઈઓને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં લાયન્સ કલબ પોરબંદરના મલ્ટીપલ કાઉન્સિલર ટ્રેઝરર લાયન હિરલ બા જાડેજા, રીજીયાં ચેર પર્સન
લાયન નિધિ શાહ મોઢવાડીયા,
વાઈસ પ્રેસિડેન્ટ લાયન અજય દત્તાણી,સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી,લાયન્સ કબ ક્લબના પ્રેસિડેન્ટ શ્લોક દત્તાણી,ખાસ જેલ સુપ્રિટેન્ડેન્ટ,પી.એચ.જાડેજા સાહેબ તથા અન્ય કર્મચારી ગણ તેમજ બંદીવાન ઉપસ્થિત રહ્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!